AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devbhoomi Dwarka : ખંભાળિયામાં મૃતક વ્યક્તિના નામે વીમા પકવવાનું કૌભાંડ

દેવભૂમિ દ્વારકા(Devbhoomi dwarka) જિલ્લામાં મૃતક વ્યક્તિના ખોટા વીમા ઉતારીને લાખો રૂપિયાના વીમા લેવાનું કૌભાંડ એસઓજીએ ઝડપી પાડ્યું હતું.  

Devbhoomi Dwarka : ખંભાળિયામાં મૃતક વ્યક્તિના નામે વીમા પકવવાનું કૌભાંડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 3:03 PM
Share

દેવભૂમિ દ્વારકા (Devbhoomi dwarka) જિલ્લાના મુખ્ય મથક (Khambhaliya) ખંભાળિયામાં મૃતક વ્યક્તિના ખોટા વીમા ઉતારી વીમો પકવવાની ઘટના બહાર આવી હતી. સમગ્ર ઘટના એવી હતી કે ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથરના રહેવાસી અને રિલાયન્સ નિપ્પોન ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ દ્વારા તેના જ ગામના રહેવાસી જે વર્ષ 2011માં મૃત્યું પામ્યા હતા તેનો વીમો વર્ષ 2018માં પકવવા દાવો કરવામાં આવ્યો હતો. આરોપી રિલાયન્સ નીપ્પોન કંપનીમાં મેનેજર અને એજન્ટ હોવાથી અને મૃતક વ્યક્તિના ઇન્સ્યોરન્સ પકવતા  હતા. મૃતકના પિતા વર્ષ 2011માં અવસાન પામેલા હતા અને 2018માં ખોટો મરણ દાખલો કઢાવી ઇન્સ્યોરન્સ ક્લેમ કરાયો હતો.

આ ઘટનામાં વાસુદેવભાઈ દિગંબરભાઈ પુડલિક તીકમે ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતા મેરામણ નથુભાઈ ઓડેદરા, ઉપલેટા ખાતે રહેતા અરજણ બી. આંબલીયા અને ઉપલેટાના રામદે કરંગીયા નામના ત્રણ શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં અંગેની  ફરિયાદ નોંધાવી હતી.

શું હતી સમગ્ર ઘટના

ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતા નથુભાઈ ગીગાભાઈ ઓડેદરાની વીમા પોલિસી રિલાયન્સ નીપોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની મારફતે ગત તારીખ 21 ઓગસ્ટ-2015ના રોજ તેમના પુત્ર મેરામણ નથુભાઈ ગીગાભાઈ ઓડેદરા દ્વારા લેવામાં આવી હતી. પોલીસી લેવા માટે જે તે સમયે ઉપલેટાના રહીશ રામદે કરંગીયા અને સેલ્સ મેનેજર અરજણભાઈ બી. આંબલીયાએ પોલીસી ઉતરાવનાર નથુભાઈ ગીગાભાઈની રૂબરૂમાં પોલિસીમાં સહી કરી હતી. જે સંદર્ભે નથુભાઈની વીમા પોલિસી ઇસ્યુ થઈ ગઈ હતી અને તે માટે રૂપિયા 49,990 નું પ્રીમિયમ જમા કરાવવામાં આવ્યું હતું. પોલિસીમાં વારસદાર તરીકે નથુભાઈના પુત્ર મેરામણભાઈ ઓડેદરાનું નામ હતું. જોકે પોલીસી લીધા બાદ વર્ષ 2018માં 11 અપ્રિલે હાર્ટએટેકને કારણે નથુબાઈ મૃત્યુ પામ્યા હતા. આવી ખોટી વિગતો આપીને વીમા કંપની પાસે રૂપિયા 3,82,3૦૦ ની રકમ કલેમ કરવામાં આવી હતી. જોકે આ વીમાની વેરિફેક્શનની પ્રક્રિયામાં ચોંકાવનારી વિગતો ખૂલી હતી કે નથુભાઈ ઓડેદરા તો વર્ષ 2011માં જ અવસાન પામ્યા હતા, આ અંગે SOG દ્વારા વધુ તપાસ કરતા મેનેજર અને એજન્ટ દ્વારા મૃતકના 4.99 લાખ અને 1.74 લાખના અન્ય વીમા પોલિસીના ક્લેમ કરવામાં આવ્યા હતા.

આ ઘટનામાં  ખંભાળિઆ પોલીસે  છેતરપિંડી કરનારા આરોપીઓ સામે  કલમ 406, 420, 465 સહિતની કલમ લગાવીને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે . પોલીસે એ પણ  તપાસ હાથ ધરી છે કે આ લોકોએ સ્થાનિક સ્તરે બીજા કોના વીમા આ રીતે લીધાં છે.

PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
g clip-path="url(#clip0_868_265)">