Devbhoomi dwarka : ફરી શરૂ થયું મેગા ડિમોલિશન, 3 લાખ ફૂટ સરકારી જમીન ખાલી થશે

|

Oct 15, 2022 | 3:16 PM

ફરીથી દ્વારકામાં 7  જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને બેટ દ્વારકાના પાંજ વિસ્તારમાં બિનઅધિકૃત ખડકાયેલા દબાણો પર ફરી બુલડોઝર ફેરવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રહેણાંક અને વ્યવસાયિક દબાણો દૂર કરવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી છે.

Devbhoomi dwarka : ફરી શરૂ થયું મેગા ડિમોલિશન, 3 લાખ ફૂટ સરકારી જમીન ખાલી થશે
દ્વારકામાં ફરીથી શરૂ થયું ડિમોલિશન

Follow us on

દ્વારકામાં  (Devbhhomi dwarka) ફરી ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે  દેવભૂમિ દ્વારકા જિલ્લાના   બેટ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશન  (Demolition) હાથ ધરવામાં આવ્યું છે. 3 દિવસના વિરામ બાદ ફરી ગેરકાયદે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં પાંજના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં ગેર કાયદે દબાણો દૂર કરવામાં આવ્યાં હતા. લગભગ 120 થી વધુ કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારમાં દબાણ દૂર કરી 3 લાખ ફૂટ જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.  નોંધનીય છે કે ગઇ કાલ ફરીથી દ્વારકામાં 7  જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને બેટ દ્વારકાના પાંજ વિસ્તારમાં બિનઅધિકૃત ખડકાયેલા દબાણો પર ફરી બુલડોઝર ફેરવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રહેણાંક અને વ્યવસાયિક દબાણો દૂર કરવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી છે.

ગત અઠવાડિયે 7 દિવસ સુધી ચાલી હતી ડિમોલિશનની કામગીરી

મેગા ડિમોલિશન દ્વારા બેટ દ્વારકામાં 8 કરોડથી વધુની કિંમતની જમીન ઉપર ગેરકાયદે દબાણ  (Illegal ) દૂર કરીને બે લાખ નેવું હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન ખુલ્લી કરવામાં આવી છે. દરિયાઇ સુરક્ષા (Coastal Security) ને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ  સાત દિવસમાં દેવભૂમિ દ્વારકા (Dwarka) ના બેટ દ્વારકામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાનો (Illegal Houses) દૂર કરવામાં આવ્યા હતા.

મેગા ડિમોલિશન દ્વારા બેટ દ્વારકામાં 8 કરોડથી વધુની કિંમતની જમીન ઉપર ગેરકાયદે દબાણ  (Illegal ) દૂર કરીને બે લાખ નેવું હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન ખુલ્લી કરવામાં આવી છે. દરિયાઇ સુરક્ષા (Coastal Security) ને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ  સાત દિવસમાં દેવભુમિ દ્વારકા (Dwarka) ના બેટ દ્વારકામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાનો (Illegal Houses) દૂર કરવામાં આવ્યા હતા.  એક હજારથી વધારે પોલીસકર્મીઓના બંદોબસ્ત અને રેવન્યુના અધિકારીઓને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ અને વિવાદીત સ્થળોને દૂર કરવામાં આવ્યા હતા, જેમાં રાજકોટ રેન્જના IG સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને એકશન પ્લાન બનાવવામાં આવ્યો હતો અને મેગા ડિમોલિશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Published On - 3:14 pm, Sat, 15 October 22

Next Article