Devbhoomi dwarka: જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ સંપન્ન, બે વર્ષ બાદ અંદાજિત 4 લાખ જેટલા ભાવિકોએ કર્યા દ્વારિકાધીશના દર્શન
જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ જિલ્લા પોલીસની ટીમ દ્વારા સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા તેમજ મંદિર દ્વારા સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેથી મોટાી સંખ્યામાં આવેલા ભક્તજનો શાંતિથી પ્રભુના દર્શન કરી શકે.

દેવભૂમિ દ્વારકા ખાતે જન્માષ્ટમીની ઉજવણી રંગેચંગે સંપન્ન થઈ હતી. અને જન્માષ્ટમી તથા સાતમના તહેવાર દરમિયાન 3થી 4 લાખ લોકોએ દ્વારિકાધીશના દર્શન કર્યા હતા. દેવભૂમિ દ્વારકામાં ગતરોજ જન્માષ્ટમી (Krishnajanmotsav) ઉત્સવ સંપન્ન થયા બાદ આજે નંદ મહોત્સવ (Nand Mahotsav) અને પારણા ઉત્સવમાં પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોડી રાત્રે 2-30 વાગ્યા બાદ મંદિર બંધ થયા બાદ સવારે નિયત સમયે મંદિર ખૂલ્યું હતું. અને નંદ મહોત્સવ દરમિયાન ભાવિકોએ નંદલાલાને પારણે ઝૂલાવવાનો લાભ લીધો હતો. જગત મંદિર દ્વારકામાં (Dwarka) દર્શન માટે ભાવિકોની કતાર લાગી. તમામ કૃષ્ણ ભક્તોમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. તેમજ આજે ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમી પર્વે મહાભોગ ધરાવવામાં પણ આવ્યો હતો.

જિલ્લા પોલીસની ટીમ દ્વારા સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા તેમજ મંદિર દ્વારા સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી
પોલીસ કર્મચારીઓ વિખૂટા પડેલા બાળકો અને વૃદ્ધઓની વ્હારે આવ્યા
મંદિરમાં આટલી ભીડમાં ઘણા બાળકો અને વૃદ્ધો એવા હતા જે પરિવારજનોથી વિખૂટા પડી ગયા હતા. આવા વિખૂટા પડેલા લોકોને પોલીસ તથા અન્ય કર્મચારીઓએ પ્રાથમકિ પૂછપરછ દ્વારા પરિવારજનો સાથે મેળાપ કરાવ્યો હતો. મંદિરમાં બનાવાવમાં આવેલા હેલ્પ ડેસ્ક પર સતત લાઉડસ્પીકર પરથી સૂચના આપવામાં આવતી હતી. જેના દ્વારા બાળકો પરિવારજનો સુધી પહોંચ્યા હતા.
દર્શન માટે સુચારૂ વ્યવસ્થા
દ્વારકાધીશ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ જિલ્લા પોલીસની ટીમ દ્વારા સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા તેમજ મંદિર દ્વારા સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં આવેલા ભક્તજનો શાંતિથી પ્રભુના દર્શન કરી શકે. આ માટે જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ મંદિર વ્યવસ્થાના ડીવાયએસપી સમીર સારડા સહિતનો સમગ્ર સ્ટાફ ખડે પગે રહ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા દિવ્યાંગો તેમજ વૃદ્ધોને સરળતાથી મંદિર સુધી લઈ જવામાં આવતા હતા.
બે વર્ષ બાદ વહ્યો ભક્તોનો પ્રવાહ
બે વર્ષ બાદ અને કોરોનાકાળ હળવો થયા બાદ આ પ્રથમ એવી જન્માષ્ટમી હતી. જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જેને લઈને દ્વારકાધીશ મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. અને, જગત મંદિરને રંગેબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. રોશનીના ઝગમગાટથી મંદિરની સુંદરતામાં અને ભવ્યતામાં વધારો થયેલો જોવા મળ્યો હતો.