AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devbhoomi Dwarka : કોંગ્રેસની ચિંતિન શિબિરમાં રાહુલ ગાંધીના પક્ષપલટુઓ પર પ્રહારો, કહ્યું કે ગુજરાત કોંગ્રેસને બચાવવા 25-30 લોકોની જ જરૂર

રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પોતાના પ્રવચનમાં કોરોના મહામારીને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે , વિકાસ મોડેલ તરીકે ભલે ગુજરાતની વાત થતી હોય. પરંતુ કોરોના મહામારીમાં ગુજરાતમાં અસંખ્ય લોકોના મોત થયા છે.

Devbhoomi Dwarka : કોંગ્રેસની ચિંતિન શિબિરમાં રાહુલ ગાંધીના પક્ષપલટુઓ પર પ્રહારો, કહ્યું કે ગુજરાત કોંગ્રેસને બચાવવા 25-30 લોકોની જ જરૂર
Devbhoomi Dwarka: Attacks on Rahul Gandhi's defectors in Congress' Chintin Shibir
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:04 PM
Share

Devbhoomi Dwarka  ખાતે કોંગ્રેસની (Congress) ત્રણ દિવસની ચિંતન શિબિર (Chintan Shibir) ચાલી રહી છે. જેનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ(Rahul Gandhi) હાજરી આપી. ચિંતન શિબિર પહેલા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ પક્ષપલટું તેઓ પર કટાક્ષરૂપી વાગ્બાણ ચલાવ્યા હતા.

તમારે સત્ય સાથે રહેવું છેકે જુઠ્ઠ સાથે તે તમારા હાથમાં છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પોતાના પ્રવચનમાં ગાંધીજીને યાદ કર્યા હતા. રાહુલે કહ્યું કે, ગાંધીજી અને અન્ય નેતાઓમાં ખુબ મોટું અંતર હતું. મારા દાદા ગાંધીજી સાંથે જોડાયેલા હતા. ગુજરાત પાસે ગાંધીજીના વિચારો છે. ગાંધીજીનો વિચાર ક્યાં સુધી પહોચ્ચા એ તમને ખબર નથી. તમારે સચ્ચાઇની લડાઇ લડવી હોય તો ચારથી પાંચ લોકોની જરૂર પડશે. તેમણે કહ્યું હતું કે, તમારે સચ્ચાઇની લડાઇ લડવી છે કે જુઠ્ઠની એ તમારા હાથમાં છે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસને પાંડવ અને પક્ષપલટું નેતાઓને કૌરવ ગણાવ્યા

આગામી વિધાનસભા ચૂંટણી અંગે પણ રાહુલ ગાંધી (Rahul Gandhi) બોલવાનું ચુક્યા ન હતા. આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે કે, 2022ની આવનારી ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહી, આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા, તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે. તેમણે ભાજપનું નામ લીધા વગર ભગવાન કૃષ્ણનું ઉદાહરણ આપીને પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ નેતાઓની પાંડવો અને કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા નેતાઓની સરખામણી કૌરવો સાથે કરી હતી. અને કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ સત્ય સાથે હતા અને તેમની સેના જૂઠની સાથે હતી. આજે પણ તેમની પાસે સેનારૂપે ED, CBI, મીડિયા તમામ છે, આપણી પાસે કશું જ નથી.

કોરોનામાં ગુજરાત મોડેલ અસફળ રહ્યું : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પોતાના પ્રવચનમાં કોરોના મહામારીને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે , વિકાસ મોડેલ તરીકે ભલે ગુજરાતની વાત થતી હોય. પરંતુ કોરોના મહામારીમાં ગુજરાતમાં અસંખ્ય લોકોના મોત થયા છે. કોરોના મહામારીના સમયમાં ગુજરાત મોડેલમાં બેડ અને ઑક્સિજન સિલિન્ડરનો અભાવ જોવા મળ્યો હતો. ગુજરાત રાજયની ખરી તાકાત નાના અને મધ્યમ ઉદ્યોગો છે, આ તાકાતને નરેન્દ્ર મોદીએ તોડી નાંખી છે. અત્યારે ચારથી પાંચ લોકો જ ગુજરાતની સત્તા ચલાવે છે.

આ પણ વાંચો : વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 11,355 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 247 કરોડથી વધુ રકમની સહાય

આ પણ વાંચો : Gandhinagar: આજે યુક્રેનથી એક ફ્લાઈટ દિલ્હી આપવશે જેમાં 44 ગુજરાતી વિદ્યાર્થી હશે: રાજેન્દ્ર ત્રિવેદી

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">