Gandhinagar: આજે યુક્રેનથી એક ફ્લાઈટ દિલ્હી આવશે જેમાં 44 ગુજરાતી વિદ્યાર્થી હશે: રાજેન્દ્ર ત્રિવેદી
મંત્રીએ કહ્યું કે યુક્રેઇનમાં ફસાયેલા અન્ય વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે. ભારત સરકાર સાથે વાત કરી છે. ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ગુજરાત સરકાર દિલ્લી સાથે સતત સંપર્કમાં છે. તમામે તમામ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે.
યુક્રેન (Ukraine) માં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ (students) મુદ્દે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તમામ વિદ્યાર્થીને સહી સલામત આમદાવાદ લાવવામાં આવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આજે એક ફ્લાઇટ બપોરે 3 વાગ્યે દિલ્લી પહોંચશે, જેમાં ગુજરાતના 44 વિદ્યાર્થીઓ છે. આ તમામ વિદ્યાર્થીઓને વોલ્વોમાં અમદાવાદ લાવવામાં આવશે
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદએ કહ્યું કે મારી પાસે 21 લોકોના મોબાઈલ નંબર આવ્યા છે. દાહોદના પણ 6 વિદ્યાર્થીઓની વાત આવી છે. દાહોદના કલેક્ટર સાથે વાત કરી છે અને કલેક્ટરે પણ ત્યાં સંપર્ક કર્યો છે. ભારત સરકારે યુક્રેઇનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવાનો નિર્ધાર કર્યો છે અને તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે એક ફ્લાઇટ રાત્રે 2 વાગ્યે દિલ્લી પહોંચશે, જેમાં ગુજરાતના 44 વિદ્યાર્થીઓ છે. આ તમામ વિદ્યાર્થીઓને વોલ્વોમાં અમદાવાદ લાવવામાં આવશે.
યુક્રેઇનમાં ફસાયેલા અન્ય વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે. ભારત સરકાર સાથે વાત કરી છે. ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ગુજરાત સરકાર દિલ્લી સાથે સતત સંપર્કમાં છે. તમામે તમામ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે. વિદ્યાર્થીઓના માતા પિતા ચિંતાના કરે.
તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ પણ ખુબ હિંમતવાળા છે. મારે જેની સાથે વાત થઈ છે તેમણે કહ્યું છે કે અમે સલામતી છીએ. અમે તેમને સલામત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છીએ. મને વિશ્વાસ છે કે તમામ વિદ્યાર્થીઓ સહી સલામત લાવવામાં ભારત સરકરાને સફળતા મળશે.
આ પણ વંચોઃ Russia-Ukraine war: કચ્છની 3 યુવતી 8 યુવાનો યુક્રેનમાં ફસાયા, મુશ્કેલી વચ્ચે મદદની આશા !
આ પણ વાંચોઃ Russia-Ukraine war: કચ્છની 3 યુવતી 8 યુવાનો યુક્રેનમાં ફસાયા, મુશ્કેલી વચ્ચે મદદની આશા !