મહેસાણામાં નવા રસ્તાની મંજૂરી મળ્યાને 2 વર્ષ થયા છતાં કામગીરીના નામે શૂન્ય, સ્થાનિકો પરેશાન
મહેસાણા જિલ્લામાં અનેક રસ્તાઓને મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂરી અપાઈ ચૂકી છે. આ વાતને પણ 24 મહિનાઓનો સમય વીતી ચૂક્યો છે. આમ છતાં પણ મહેસાણા જીલ્લાનું તંત્ર આ રસ્તાઓનું નિર્માણ કરતુ નથી અને લોકો ધૂળીયા રસ્તા પર અવરજવર કરવા મજબૂર બન્યા છે. આવા 10 રસ્તાઓના કામ જ હાથ ધરવામાં આવ્યા નથી.
જુઓ વીડિયોમાં આ રસ્તો આ રસ્તો જોઈ તમને થશે કે, શું ગુજરાતમાં આવા પણ રસ્તાઓ છે. આ રસ્તો છે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો આ પ્રકારના મહેસાણા જિલ્લામાં 10 રસ્તા છે. જે મંજૂર થઈ ગયા છે પરંતુ બે વર્ષથી કોઈ કામ ચાલું થયું નથી. મુખ્યમંત્રી સડક યોજનામાં રોડ મંજૂર થયા છે. જોબ નંબર પડ્યા તેને બે વર્ષ થઈ ગયા છે. પરંતુ કામગીરીના નામ પર હજુ પણ કઈ થયું નથી, જેના પગલે સ્થાનિકોને પારવાર મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે. રજૂઆત કરી કરીને સ્થાનિકો થાક્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી.
તો બીજી તરફ બેચરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર એ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેઓએ રજૂઆત કરી છે કે, મુખ્યમંત્રી સડક યોજના હેઠળ વર્ષ 2020/21 માં આ 10 રોડ મંજૂર કરાયા છે. જે રોડના કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી આ વિસ્તારના ગ્રામજનો ને હાલાકી વેઠવી ના પડે. ત્યારે હવે તે જોવું રહ્યું કે મહેસાણાનું નિંદ્રાધીન તંત્ર જાગે છે કે નહીં. મંજૂર થઈ ગયેલા રસ્તાનું કામ શરૂ થવામાં જો વર્ષો વીતિ જતા હોય તો નવો રસ્તો મંજૂર થવામાં કેટલો સમય થાય આ સવાલ ચિંતા વધારી રહ્યો છે.
કાચા રસ્તાના લીસ્ટ પર નજર
આવા અનેક રસ્તાઓ પાકા થવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ જાણે કામગીરી શરૂ કરવાનું મૂહુર્ત હજુ સુધી આવ્યું નથી. રસ્તો કાચો હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પ્રસુતીની પીડા સહન કરતી મહિલાઓને મુશ્કેલી પડી રહી છે.
- અંબાલાથી મંડાલીને જોડતો રોડ
- વિરસોડાથી ચામુંડાનગરનો રસ્તો
- લીંચથી અમિપુરાને જોડતો રોડ
- આદિવાડાથી હરીપુરાને જોડતો રસ્તો
- માત્રાસનથી મોઢેરાને જોડતો રસ્તો
- રનેલાથી દેલોલીને જોડતો રોડ
- બૂટાપાલડીથી રણછોડપૂરા જતો રસ્તો
- માંકણજથી કંબોઈ તરફ લઈ જતો રસ્તો
- લીંચથી બોરીયાવીને જોડતો રોડ
- રામનગરથી રાંતેજને જોડતો રસ્તો
આ પણ વાંચો: લક્ષદ્વીપના ‘બોસ’ કોણ? ગુજરાતના દિગ્ગજ સંભાળે છે દરિયાઈ સૌંદર્ય ધરાવતા સ્થળનું પ્રશાસન, જાણો
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો