અમદાવાદ પોલીસ કમિશનરના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, શહેરમાં હજુ પણ ટ્યુશન ક્લાસીસ શરૂ
સુરત આગ્નિકાંડમાં 20 માસુમ જીંદગી હોમાઇ ગઇ છે. આ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે TV9 દ્વારા અમદાવાદમાં ચાલતા ટ્યુશન ક્લાસીસનું રિયાલીટિ ચેક કરાયું છે. અમદાવાદના ઘરણીધર વિસ્તારમાં આવેલ મંગળતીર્થ કોમ્પેલક્ષમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. આ કોમ્પલેક્ષમાં 45થી વધુ ટ્યુશન ક્લાસીસ આવેલા છે. રિયાલિટી ચેક દરમિયાન જાણવા […]
સુરત આગ્નિકાંડમાં 20 માસુમ જીંદગી હોમાઇ ગઇ છે. આ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે TV9 દ્વારા અમદાવાદમાં ચાલતા ટ્યુશન ક્લાસીસનું રિયાલીટિ ચેક કરાયું છે. અમદાવાદના ઘરણીધર વિસ્તારમાં આવેલ મંગળતીર્થ કોમ્પેલક્ષમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. આ કોમ્પલેક્ષમાં 45થી વધુ ટ્યુશન ક્લાસીસ આવેલા છે.
રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું કે પોલીસની નોટીસ બાદ પણ કોમ્પલેક્ષમાં આવેલા તમામ ક્લાસીસ હજુ પણ ધમધમી રહ્યા છે. તેમજ ક્લાસીસ સંચાલકોએ ફાયર અને પોલીસના જાહેરનામાનું પણ ઉલ્લંઘન કર્યું છે. સુરતમાં બનેલા અગ્નિકાંડ બાદ પણ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની બેદરકારી સામે આવી છે.
આ પણ વાંચો: સુરત અગ્નિકાંડમાં જીવ ગુમાવનારી વિદ્યાર્થીની દ્રષ્ટીનુ જાહેર થયુ આજે પરિણામ