મનપામાં ભળ્યાને પાંચ વર્ષ વિત્યા છતા નળ, ગટર, રસ્તાની સુવિધાથી વંચિત
ભાવનગર મહાનગરપાલિકામાં ભેળવ્યાને પાંચ વર્ષ થઈ ગયા હોવા છતા, નારી ગામ હજુ સુધી નગર (નળ, ગટર, રસ્તા)ની સુવિધાની વંચિત રહ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ભેળવતી વખતે વચનોની લ્હાણી કરવામાં આવી હતી. પરંતુ એક પણ વચનનું પાલન છેલ્લા પાંચ વર્ષમાં થયુ નથી તેવો આક્ષેપ રહીશો કરી રહ્યાં છે. ભાવનગર મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તેમાંથી વિકાસના […]
ભાવનગર મહાનગરપાલિકામાં ભેળવ્યાને પાંચ વર્ષ થઈ ગયા હોવા છતા, નારી ગામ હજુ સુધી નગર (નળ, ગટર, રસ્તા)ની સુવિધાની વંચિત રહ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ભેળવતી વખતે વચનોની લ્હાણી કરવામાં આવી હતી. પરંતુ એક પણ વચનનું પાલન છેલ્લા પાંચ વર્ષમાં થયુ નથી તેવો આક્ષેપ રહીશો કરી રહ્યાં છે. ભાવનગર મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તેમાંથી વિકાસના કાર્યો કરી શકાય તેમ છે છતા કોઈ જ વિકાસના કામ નારી ગામમાં કરાયા નથી. હવે ચૂંટણી નજીક છે ત્યારે મત માંગવા રાજકારણીઓ દોડી આવશે તેમ પણ સ્થાનિકો કહી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો