AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાંગમાં જળબંબાકારની સ્થિતિ, આહવામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો, શાળાઓમાં રજા જાહેર કરાઈ

ડાંગ જિલ્લા માં ભારે વરસાદને પગલે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના 18 જેટલા માર્ગો અને લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બન્ધ કરાયા છે.

ડાંગમાં જળબંબાકારની સ્થિતિ, આહવામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો, શાળાઓમાં રજા જાહેર કરાઈ
Heavy Rain Fall in Dang
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 1:41 PM
Share

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગમાં સતત વરસી રહેલા સાંબેલાધાર વરસાદે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ડાંગ(Dang)માં આજે પણ વરસાદી માહોલ યથાવત છે. જિલ્લામાં આજે પણ સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ છે. વરસાદના કારણે પ્રવાસન સ્થળમાં રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં છે. ચોમાસાની સામાન્ય સ્થિતિમાં જ્યાં ઝરણાં વહેતા નજરે પડે છે ત્યાં હાલમાં ધોધ જેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. આ વચ્ચે વધુ ૪ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરતા તંત્ર એલર્ટ બન્યું છે.તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

ડાંગમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જિલ્લામાં સાર્વત્રિક પડી રહેલા ભારે વરસાદને કારણે અંબિકા, ખાપરી અને પૂર્ણાં નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે ડુંગરાળ વિસ્તારોમાં અનેક જગ્યાએ ભેખડો ધસી પડવાના અહેવાલ સાંપડી રહ્યં છે. પહાડીઓ પરથી ધોધના સ્વરૂપમાં ધસમસતા વહેતા પાણી પોતાની સાથે માટી અને પથ્થરો લઈને માર્ગ ઉપર પટકે છે. આસ્થિતિમાં વાહન ચાલકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જવાનો ભય વર્તાઈ રહ્યો છે. ડાંગ જિલ્લાના સ્થાનિક રહીશો અને જિલ્લા બહાર થી આવતા પ્રવાસીઓ ક્યાંક ફસાઈ ન જાય તે માટે વહીવટી તંત્રની ટીમ એલર્ટ મોડમાં છે.

ડાંગ જિલ્લામાં સવારે 6 વાગ્યા થી 12 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ.

  • આહવા : 4.75 ઇંચ
  • વઘઈ : 1.8 ઇંચ
  • સુબીર : 1.25 ઇંચ
  • સાપુતારા : 3.44 ઇંચ

18 માર્ગ ઉપર વાહનવ્યવહાર બંધ કરાયો

ડાંગ જિલ્લા માં ભારે વરસાદને પગલે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના 18 જેટલા માર્ગો અને લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બન્ધ કરાયા છે. જિલ્લાના જે માર્ગો ડૂબ્યા છે તેમા (૧) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, (૨) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, (૩) ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, (૪) કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, (૫) પીપલદહાડ-જોગથવા રોડ, (૬) ઢાઢરા વી.એ.રોડ, (૭) આંબાપાડા વી.એ.રોડ, (૮) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (૯) કુડકસ-કોશિમપપાતળ રોડ, (૧૦) સુસરદા વી.એ.રોડ, (૧૧) ચીખલદા વી.એ.રોડ, (૧૨) આહેરડી-બોરદહાડ રોડ, (૧૩) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, (૧૪) માછળી-ચીખલા-દિવડયાવન રોડ, (૧૫) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, અને (૧૬) ઘોડવહળ વી.એ.રીડ, (૧૭) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, અને (૧૮) પાતળી-ગોદડિયા રોડનો સમાવેશ થાય છે. આ માર્ગો બન્ધ થવાથી 26 ગામના લોકોને અવર – જ્વર માટે સમસ્યાનો સામનો કરવો પડશે

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">