Dang જિલ્લાના મુખ્ય માર્ગોની સૂરત બદલાશે, ગાંધીજીના આદર્શ વિચારોને અનુસરતી કામગીરી હાથ ધરાઈ
Dang : મહાત્મા ગાંધીજી(Mahatma Gandhi)ની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi - Prime Minister of India)ની પ્રેરણાથી સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન(Swachhata Hi Seva 2023) હાથ ધરવામા આવ્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ(Bhupendra Patel - Chief Minister of Gujarat)ના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે.

Dang : મહાત્મા ગાંધીજી(Mahatma Gandhi)ની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi – Prime Minister of India)ની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન(Swachhata Hi Seva 2023) હાથ ધરવામા આવ્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ(Bhupendra Patel – Chief Minister of Gujarat)ના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં નિત્ય સ્વચ્છતાની શરૂઆત કરાઈ છે.
આ પણ વાંચો : Surat : હીરા બજારમાં મંદીના માહોલ, અમેરિકાની Lab-Grown Diamond કંપનીએ નાદારી જાહેર કરી પડતા પર પાટુ માર્યું
સમગ્ર રાજ્યમાના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્ત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્રોતો અને સમુદ્ર કિનારાની સફાઇ હાથ ધરવામા આવી રહી છે. રાજ્યના સૌથી મોટા વનવિસ્તાર ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવામા આવ્યો છે. ડાંગ જિલ્લામા આવેલ રસ્તાઓ તેમજ રસ્તાની આજુબાજુના કચરા સહિત ચોમાસામાં ઊગી નીકળતા ઝાડી ઝાંખરાનો નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જાહેરમાર્ગોની સ્વચ્છતા હાથ ધરી વાહન ચાલકોને સુગમતા કરી આપવાનો પ્રયાસ હાથ હાથ ધરવામા આવ્યો છે.
આ પણ વાંચો : Surat Video : દહેજની લાલચમાં પરણીતાને આત્મહત્યા માટે મજબુર કરનાર પતિ અને સાસુની ધરપકડ કરાઈ
“સ્વચ્છતા” વિશે મહાત્મા ગાંધીના 10 વિચારો
- મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે રાજકીય સ્વતંત્રતા કરતાં સ્વચ્છતા વધુ મહત્વપૂર્ણ છે.
- જો વ્યક્તિ સ્વચ્છ ન હોય તો તે સ્વસ્થ રહી શકતો નથી.
- સારી સ્વચ્છતા દ્વારા જ ભારતીય ગામડાઓને આદર્શ બનાવી શકાય છે.
- ટોયલેટને તમારા ડ્રોઈંગ રૂમની જેમ સ્વચ્છ રાખવું જરૂરી છે.
- નદીઓને સ્વચ્છ રાખીને આપણે આપણી સંસ્કૃતિને જીવંત રાખી શકીએ છીએ.
- પોતાની અંદર સ્વચ્છતાએ પ્રથમ વસ્તુ છે જે શીખવવી જોઈએ. બાકીની બાબતો આ પછી થવી જોઈએ.
- દરેક વ્યક્તિએ પોતાનો કચરો જાતે જ સાફ કરવો જોઈએ.
- ખરાબ વિચાર સાથે કોઈને મગજમાંથી પસાર થવા દઈશ નહીં.
- તમારી ભૂલ સ્વીકારવીએ સાફ સફાઈ રવા જેવું છે જે સપાટીને ચમકદાર અને સ્વચ્છ બનાવે છે.
- તમારા આચરણમાં સ્વચ્છતાને એવી રીતે અપનાવો કે તે તમારી આદત બની જાય છે.