Surat : હીરા બજારમાં મંદીના માહોલ, અમેરિકાની Lab-Grown Diamond કંપનીએ નાદારી જાહેર કરી પડતા પર પાટુ માર્યું
Surat : સુરતમાં લેબ-ગ્રોન ડાયમંડ (Lab-Grown Diamond) એટલેકે LGD ઉદ્યોગ પડકારજનક સમયનો સામનો કરી રહ્યો છે કારણ કે વર્ષ 2008માં સ્થપાયેલ WD Lab Grown Diamondએ અમેરિકાની ડેલવેર નાદારી કોર્ટ(Delaware bankruptcy court)માં 7 મુદ્દાઓને લઈ નાદારી માટે અરજી કરી છે. આઘટના બાદ ચિંતા સર્જાઈ છે. Diamond કંપનીઓની વાત કરવામાં આવે તો LGDની કિંમતમાં અસાધારણ ત્રણ ગણા ઘટાડા વચ્ચે સુરતમાં LGD કંપનીઓ દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીએ વૈશ્વિક હીરા ક્ષેત્રને મોટો આંચકો આપ્યો છે.

WD Lab Grown Diamonds વોશિંગ્ટન(Washington- America)સ્થિત એક અગ્રણી કંપની છે જે તેની કપરી નાણાકીય પરિસ્થિતિનો સામનો કરી રહી છે. કંપનીની નાદારીની અરજીમાં 3 મિલિયન ડોલરની સંપત્તિ સાથે 44 મિલિયન ડોલરની કુલ જવાબદારીઓ ટાંકવામાં આવી હતી. કંપનીએ 100 થી 199 લેણદારોની માહિતી જાહેર કરી હતી. આ નાદારી અંગે ફાઇલિંગ LGD ઇન્ડસ્ટ્રીમાં પણ Well Established Playersની નબળાઈને રેખાંકિત કરે છે.
સૂત્રો અનુસાર વધુ ઉત્પાદનને કારણે આ નુકસાન થયું છે અને ઉત્પાદિત હીરાના ભાવમાં ભારે ઘટાડો થયો છે. પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરાના ભાવ માત્ર સાત વર્ષમાં એક કેરેટ માટે ત્રણ ગણાથી વધુ ભાવ ઘટી ગયા છે.
સુરત પણ Lab-Grown Diamondના મોટા ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતી. સુરતના LGD કંપનીઓ ભાવમાં પણ ચિંતાજનક ઘટાડા બાદ સેક્ટર સંઘર્ષ કરી રહ્યું છે. LGD Diamond જે એક સમયે કેરેટ દીઠ 400 ડોલરના ભાવે ઊંચી માંગ ધરાવતા હતા તે હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કેરેટ માત્ર 30 ડોલર કરતા પણ ઓછા ભાવે મળી રહ્યા છે.

કેરી રસીયાઓ સાવધાન, ગ્વાલિયા સ્વીટસે પધરાવ્યો વાસી રસ- ગ્રાહક

માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી

વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ

ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક