Surat Video : દહેજની લાલચમાં પરણીતાને આત્મહત્યા માટે મજબુર કરનાર પતિ અને સાસુની ધરપકડ કરાઈ
Surat : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ આપઘાત(Jehangirpura Suicide Case) કરી લીધો હતો. આ ઘટનામાં પરિણીતાના પતિ અને સાસુ સામે આપઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ થયો છે. જહાંગીરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી પતિ અને સાસુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પતિ ઓનલાઈન ગેમ રમવા માટે રૂપિયાની માંગણી કરી માર મારતો તેમજ સાસુ મહેણાંટોણા મારતી હતી.
Surat : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ આપઘાત(Jahangirpura Suicide Case) કરી લીધો હતો. આ ઘટનામાં પરિણીતાના પતિ અને સાસુ સામે આપઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ થયો છે. જહાંગીરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી પતિ અને સાસુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પતિ ઓનલાઈન ગેમ રમવા માટે રૂપિયાની માંગણી કરી માર મારતો તેમજ સાસુ મહેણાંટોણા મારતી હતી.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ(Olpad) તાલુકામાં રહેતા શશીકાંતભાઈ પટેલ [ઉ.52] ની દીકરી વિદ્યાના લગ્ન બે વર્ષ અગાઉ જહાંગીરપુરા સ્થિત સૂર્ય દર્શન રો હાઉસમાં રહેતા શ્રેયસ પટેલ સાથે થયા હતા. વિધ્યા ઘરમાં બ્યુટીપાર્લર ચલાવતી હતી. મહિલાએ ગત ૧૩-૧૦-૨૦૨૩ ના રોજ ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો : Surat : આત્મહત્યાનું આવું વિચિત્ર કારણ? પતિ નાસ્તો કર્યા વગર ઘરેથી કામ ઉપર નીકળી જતાં પત્નીએ ફાંસો ખાઈ લીધો!
આ બનાવમાં પરિણીતાના પિતા શશીકાંતભાઈ પટેલએ તેના પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ શ્રેયસ ઓનલાઈન ગેમ રમવા માટે સતત રૂપિયાની માંગણી કરતો હતો અને પરિણીતા રૂપિયા ન આપે તો મારઝૂડ પણ કરતો હતો આ ઉપરાંત તેણીના સાસુ પણ અવાર નવાર તેણીને મહેણાંટોણા મારી પિયરમાંથી રૂપિયા લાવવા માટે હેરાન કરતા હતા. માતા -પુત્ર પરિણીતાના બ્યુટી પાર્લરની કમાણીના રૂપિયા પણ લઇ લેતા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોધી પરિણીતાના પતિ શ્રેયસ અશ્વિનભાઇ પટેલ અને તેની સાસુ પ્રતિમાબેન સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેરી રસીયાઓ સાવધાન, ગ્વાલિયા સ્વીટસે પધરાવ્યો વાસી રસ- ગ્રાહક

માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી

વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ

ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
