Dang: સોળે કળાએ ખિલેલા સૌંદર્યને માણવા ઉમટ્યા સહેલાણીઓ, સાપુતારામાં 30 જૂલાઇથી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન

આગામી 30 જુલાઇથી સાપુતારામાં  (Monsoon Festival) મોનસૂન ફેસ્ટિવલનું આયોજન થવા જઇ રહ્યું છે. જે એક મહિના સુધી ચાલશે આ ફેસ્ટિવલને મેઘમલ્હાર નામ આપવામાં આવ્યું છે. જેનો શુભારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે.

Dang: સોળે કળાએ ખિલેલા સૌંદર્યને માણવા ઉમટ્યા સહેલાણીઓ, સાપુતારામાં 30 જૂલાઇથી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન
 Tourists flocked to enjoy the beauty 
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 6:54 PM

ગુજરાતનું ગિરિમથક સાપુતારાનું (Saputara) સૌંદર્યં સોળે કળાએ ખીલે છે ત્યારે આ સિઝનમાં પર્યટકોને વધારે પ્રમાણમાં આકર્ષી શકાય તે માટે મોન્સૂન ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે. જોકે તે પહેલા પણ હાલમાં સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સાપુતારમાં હાલમાં ઠેર ઠેર લીલી વનરાજી અને ઠેર ઠેરથી વહેતા ધોધ જોવા મળી રહ્યા છે. ડાંગ જિલ્લાના સાપુતારા, વઘઈ, આહવા, સુબિરમાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. શહેરી જીવનની ભાગદોડભરી જીવનશૈલીથી વિરામ લેવા લોકો અવનવી જગ્યાએ પ્રવાસનો આનંદ માણતા હોય છે.

ગુજરાતમાં ખાસ કરીને ડાંગ-સાપુતારામાં ચોમાસાની ઋતુ દરમિયાન દેશના ખૂણેખૂણાથી પ્રકૃતિનું સૌંદર્ય માણવા લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટતા હોય છે. ત્યારે આગામી 30 જુલાઇથી સાપુતારામાં  (Monsoon Festival) મોનસૂન ફેસ્ટિવલનું આયોજન થવા જઇ રહ્યું છે. જે એક મહિના સુધી ચાલશે આ ફેસ્ટિવલને મેઘમલ્હાર નામ આપવામાં આવ્યું છે. જેનો શુભારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગના એમડી આઈએસેસ આલોક પાંડેએ સાપુતારાની મુલાકાત લઇ ફેસ્ટિવલને લગતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમજ નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારકની પણ મુલાકાત લીધી હતી

આ પણ વાંચો

સ્થિતિ સામાન્ય બનતા ઉમટ્યા પ્રવાસીઓ

ભારે વરસાદને સાપુતારા જતા માર્ગ ઉપર ભેખળો ધસી પડતા પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે હવે સ્થિતિ સામાન્ય થતા લોકો ડાંગના કુદરતી સૌંદર્યને માણવા દૂરદૂરથી અહીંયા પહોંચી રહ્યા છે. ગીરાધોધ પણ તેના અસલ મિજાજમાં આવી જતા પ્રવાસીઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે ત્યારે આવા સમયે ગુજરાત પ્રવાસન વિભાગના એમડી આઈએસેસ આલોક પાંડે સાપુતારા ખાતે ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરી હતી અને દર વર્ષે ચોમાસામાં પ્રવાસીઓને આકર્ષવામાટે યોજાતા મોનસૂન ફેસ્ટિબલ માટે તૈયારી પણ જોઈ હતી.

એમડી પાંડે એ જણાવ્યું હતું કે શ્રાવણ માસના પ્રારંભમાં 30 જુલાઈથી સાપુતારા ખાતે મુખ્યમંત્રીના હસ્તે એક માસ માટે મોનસૂન ફેસ્ટિવલનો પ્રારંભ થશે આ વખતે મોનસૂન ફેસ્ટિવલ 2022 ને “મેઘમલ્હાર ફેસ્ટિવલ” નામ આપવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારા ખાતે સામાન્ય વર્ગના લોકો માટે બનવવામાં આવેલ વિસામો જેના ઉપર હોટેલ લેકવ્યૂના સંચાલકે કબ્જો કર્યો હતો, તે કેસ સુપ્રીમ કોર્ટમાં જીતી જતા હવે સાપુતારામાં બસ દ્વારા જતા લોકોને સસ્તા દરે રહેવા માટે સુવિધા  પણ ઉપલબ્ધ થશે.

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">