Dang : ભારે વરસાદ બાદ જાણે કુદરતે ખોલ્યો ખજાનો, ડાંગની સુંદરતાના અલૌકિક દ્રશ્યો આવ્યા સામે
હાલમાં લોકો આ કુદરતી (Nature )ખજાનો જોવા માટે ખાસ કરીને પર્યટન સ્થળ જેવા કે સાપુતારા, કપરાડા, ગીરાધોધ અને ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારોમાં લોકો ફરવા માટે જઈ રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. દક્ષિણ ગુજરાતના સાપુતારા, વઘઈ, ડાંગ ધરમપુર આ તમામ ડુંગરિયા વિસ્તારોમાં ધોધમાર જે વરસાદ પડ્યો હતો ત્યાર બાદ અત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે કુદરતી ખજાનો કહીએ અથવા તો કુદરતી સ્વરૂપ છે તે હાલમાં ડાંગ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે. આ આકાશી દ્રશ્યની અંદર કે ચારે બાજુ લીલોતરી અને વચ્ચેથી કુદરતી ઝરણું જે પસાર થઈ રહ્યું છે તે તમામ લોકોને જોવું ગમે.
ગુજરાત હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તે અનુસાર ગુજરાતના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર જે ધોધમાર વરસાદ પડ્યો હતો અને કેટલાક શહેરો અને તમામ જે દક્ષિણ ગુજરાતની નદીઓ ઝરણા અને ખાડીઓ ઓવરફ્લો થયા હતા. જયારે નદીઓ પણ ઓવરફ્લો થઈને પસાર થઈ રહી હતી. ત્યારે આ પહાડી વિસ્તારો ની અંદર જે ધોધમાર વરસાદ પડતા સાથે જ તમામ ઝરણા પાણીથી વહેતા થયા હતા અને કુદરતી નજારો સામે આવ્યો હતો.
Aerial view of waterfall in #Dang after heavy rainfall #Gujarat #TV9News pic.twitter.com/DAbN5OagaE
— Tv9 Gujarati (@tv9gujarati) July 18, 2022
તમામ નદીઓ રોદ્ર સ્વરૂપમાં જોવા મળી હતી. હાલમાં લોકો આ કુદરતી ખજાનો જોવા માટે ખાસ કરીને પર્યટન સ્થળ જેવા કે સાપુતારા, કપરાડા, ગીરાધોધ અને ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારોમાં લોકો ફરવા માટે જઈ રહ્યા છે. કારણ કે ચોમાસાની સિઝનમાં આ વિસ્તારોમાં હરિયાળી જોવા મળતી હોય છે તમામ વિસ્તાર હરિયાળીથી ભરેલા હોવાના કારણે લોકો આ વિસ્તારની અંદર ફરવા વધુ પસંદ કરતા હોય છે.
દક્ષિણ ગુજરાતના આ પહાડી વિસ્તારોના ડ્રોન વિઝ્યુલ જોતા એવું લાગે છે. જાણે જંગલની વચ્ચોવચ એક નાનું ઝરણું જે ગિરાધોધ તરીકે ઓળખાય છે તે વહી રહ્યો છે. અને ગીરાધોધના જે પહાડો છે ત્યાં પાણી પસાર થઈ રહ્યું છે. કારણ કે પહાડી વિસ્તારો ની અંદર જે વરસાદ પડ્યો છે તેના કારણે પહાડો માંથી વરસાદના પાણી છે તે ઝરણા સ્વરૂપે નીચે આવતા હોય છે અને આ દ્રશ્યો જોવા વર્ષમાં એક જ વાર જોવા મળતા હોય છે. તે પણ ચોમાસાના સિઝનમાં અને જ્યારે વરસાદ વધુ પડતો હોય છે ત્યારે આ સમયે હાલમાં લોકો પોતાના પરિવાર સાથે ડાંગ જિલ્લામાં વધુ ફરવાનું પસંદ કરતા હોય છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ જિલ્લા સાપુતારા ની વધુ મુલાકાત કરતા હોય છે.