AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang : રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ડાંગ જિલ્લાના રમતવીરોનું પ્રસંશનીય પ્રદર્શન, ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી જિલ્લાનું નામ રોશન કર્યું

ડાંગ જિલ્લાની ટીમમાં સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના 8 ખેલાડીઓ જ્યારે સરકારી માધ્યમિક શાળા ગઢવી ના 4 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમે ફાઇનલમા સુરત ગ્રામ્ય ની ટીમને પરાજય આપી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Dang : રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ડાંગ જિલ્લાના રમતવીરોનું પ્રસંશનીય પ્રદર્શન, ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી જિલ્લાનું નામ રોશન કર્યું
ખેલ મહાકુંભમાં ડાંગના રમતવીરોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 11:01 AM
Share

ખેલ મહાકુંભ(Khel Mahakumbh)માં વનવિસ્તાર ડાંગ(Dang)જિલ્લાના રમતવીરોએ ખુબ સારું પ્રદર્શન કરી પ્રશંસા મેળવી છે. તાજેતરમા આયોજિત થયેલી રાજય કક્ષાની ખેલ મહાકુંભ ની જુદી જુદી સ્પર્ધામા ડાંગ જિલ્લાની 3 શાળાઓનું પ્રદર્શન ખુબ સારું રહ્યું હતું. ઉત્કૃસ્ટ દેખાવ કરીને આ રમતવીરોએ ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે. બીલીઆંબા, ગોંડલવિહીર અને જામનવિહિર પ્રાથમિક શાળા તથા સ.મા.શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ અનુક્રમે Under-14, Under-17, Under-14 ટીમમા ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. બીલીઆંબા પ્રાથમિક શાળા અને સ.મા.શાળાના બાળકોએ અમરેલી ખાતે યોજાયેલી ખો-ખો ( ભાઇઓ અને બહેનો ) સ્પર્ધામા ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં ડાંગ જિલ્લાની વિદ્યાર્થીઓની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

સમગ્ર ગુજરાત રાજ્યના ચાર ઝોનમાં ક્ષેત્ર અનુસાર વિજેતા થયેલી બે ટીમો સહીત કુલ આઠ ટીમોએ રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાની ખો-ખો રમતમા ભાઈઓએ સતત ચોથા વર્ષે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી શાળાનુ નામ રોશન કર્યું હતું. કોચ રસિક પટેલ તથા વિમલ ગાવિત અને શાળા પરિવારે બાળકોને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા. બીલીઆંબા સરકારી માધ્યમિક શાળા અને ગાઢવી સરકારી માધ્યમિક શાળાના બાળકોએ Under-17 ખો-ખો કે જે રમત ગમત સંકુલ લિંમડી જી. સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવી હતી તેમાં ડાંગ જિલ્લાની વિદ્યાર્થીઓની ટીમે ફાઇનલ મેચમાં વિજય મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

ડાંગ જિલ્લાની ટીમમાં સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના 8 ખેલાડીઓ જ્યારે સરકારી માધ્યમિક શાળા ગઢવી ના 4 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમે ફાઇનલમા સુરત ગ્રામ્ય ની ટીમને પરાજય આપી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. બાળકોની આ સિદ્ધિ બદલ સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. ડાંગ જિલ્લાની બહેનોની ટીમમા પ્રાથમિક શાળાના 5 ખેલાડી, બીલીઆંબાના પ્રાથમિક શાળાના 4 ખેલાડી, અને જામનવિહીર પ્રાથમિક શાળાના 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.

આ ટીમોએ સિલ્વર મેડલ અપાવી જિલ્લાનુ નામ રોશન કર્યું છે. પ્રાથમિક શાળાની ભાઈઓ અને બહેનોની ટીમને ગોલ્ડ તથા સિલ્વર મેડલ જીત્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીલમબેને તથા રમતગમત અધિકારીએ બાળકોની આ સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.

Follow Us
સુરતમાં જન્મ-મરણના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા બન્યા મજબુર- Video
સુરતમાં જન્મ-મરણના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા બન્યા મજબુર- Video
હિંમતનગર અને ઈડર બાદ હવે વડાલીમાં વરસાદ
હિંમતનગર અને ઈડર બાદ હવે વડાલીમાં વરસાદ
અમરેલીમાં વાતાવરણનો અચાનક પલટો, વહેલી સવારથી વરસાદી ઝાપટાં
અમરેલીમાં વાતાવરણનો અચાનક પલટો, વહેલી સવારથી વરસાદી ઝાપટાં
દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, નશામાં ધૂત વ્યક્તિનું અસભ્ય વર્તન
દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, નશામાં ધૂત વ્યક્તિનું અસભ્ય વર્તન
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
આજનું રાશિફળ: અચાનક મુસાફરી અને શુભ સમાચારના યોગ
આજનું રાશિફળ: અચાનક મુસાફરી અને શુભ સમાચારના યોગ
પાલનપુરમાં સરકારી શાળા બંધ કરવાના આદેશથી વિવાદ: 60 બાળકોનુ ભાવી જોખમમા
પાલનપુરમાં સરકારી શાળા બંધ કરવાના આદેશથી વિવાદ: 60 બાળકોનુ ભાવી જોખમમા
કચ્છમાં વિધર્મીની કાળી કરતુત, સગીરાનું અપહરણ કરી કર્યા નિકાહ
કચ્છમાં વિધર્મીની કાળી કરતુત, સગીરાનું અપહરણ કરી કર્યા નિકાહ
લંડન-અમેરિકા બાદ અમદાવાદમાં આવી 'વિદેશ' જેવી 'ખાસ સિસ્ટમ'
લંડન-અમેરિકા બાદ અમદાવાદમાં આવી 'વિદેશ' જેવી 'ખાસ સિસ્ટમ'
વડોદરામાં સયાજી હોસ્પિટલમાં OPD વિભાગમાં નમાઝ પઢવાનો વીડિયો થયો વાયરલ
વડોદરામાં સયાજી હોસ્પિટલમાં OPD વિભાગમાં નમાઝ પઢવાનો વીડિયો થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">