Dang : ગિરિમથક સાપુતારામાં 12 ઇંચ વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું, ભૂસ્ખલનના કારણે સાપુતારાનો ગુજરાત સાથે સંપર્ક તૂટ્યો

ભારે વરસાદને પગલે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના ૨૭ જેટલા માર્ગ અને લો લેવલ કોઝ વે ઉપર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે .

Dang : ગિરિમથક સાપુતારામાં 12 ઇંચ વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું, ભૂસ્ખલનના કારણે સાપુતારાનો ગુજરાત સાથે સંપર્ક તૂટ્યો
Landslides stop traffic on the road
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 9:47 AM

ડાંગ(Dang) જિલ્લો ચોમાસાની ઋતુમાં તેના ખીલી ઉઠતા કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ આફત લઈને આવ્યું હોય તેમાં લાગી રહ્યું છે. પંથકમાં અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે સ્થાનિકો અને તંત્ર બંને માટે મુશ્કેલીઓ ઉભી થઇ છે.પહાડી પ્રદેશમાં ઠેર ઠેર ધસમસતા પાણીના પ્રવાહ અને ધસી પડેલી જમીનોના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા શાળાઓમાં રજા આપવામાં આવી છે. બીજી તરફ પ્રવાસીઓના અટવાઈ પાડવાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે.

ડાંગ જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર સવારે 6 વાગે  ચોવીસ કલાક દરમિયાન આહવા તાલુકામા ૩૨૩ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૧૮૦ મી.મી.), વઘઇમાં  ૧૬૯ મી.મી. (કુલ ૧૦૪૧ મી.મી.), સુબિર તાલુકાનો ૨૯૫ મી.મી. (કુલ ૧૦૪૭ મી.મી.) અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો ૩૦૭ મી.મી. (મોસમનો કુલ ૧૦૨૬ મી.મી.) મળી જિલ્લામા કુલ ૧૦૯૪ મી.મી. વરસાદ નોંધાતા અહીં સરેરાશ ૨૭૩.૫ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ ૪૨૯૪ મી.મી. એટલે કે સરેરાશ ૧૦૭૩.૫ મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે.

land slide

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ભારે વરસાદને પગલે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના ૨૭ જેટલા માર્ગ અને લો લેવલ કોઝ વે ઉપર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે . આ વિસ્તારના ૪૫ ગામો પ્રભાવિત થયા છે.  સાપુતારા ઘાટ માર્ગમા ભૂસ્ખલનના કારણે માર્ગ બંધ રાખવાની ફરજ પડી છે.

જિલ્લાના જે માર્ગો અસરગ્રસ્ત થયા છે તેમા (૧) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, (૨) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, (૩) ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, (૪) ટાકલીપાડા-લહાન દભાસ-મોટી દભાસ, (૫) ચિકટિયા-ગાઢવી રોડ, (૬) બારીપાડા-રાનપાડા-ભાપખલ રોડ, (૭) કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમાંરપાડા રોડ, (૮) પીપલદહાડ-જોગથવા રોડ, (૯) બંધપાડા વી.એ.રોડ, (૧૦) શિંગાણા-ધુલદા રોડ, (૧૧) ઢાઢરા વી.એ.રોડ, (૧૨) આંબાપાડા વી.એ.રોડ, (૧૩) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (૧૪) કુડકસ-કોશિમપપાતળ રોડ, (૧૫) દોડીપાડા-ચીકાર ફળિયા રોડ, (૧૬) સુસરદા વી.એ.રોડ, (૧૭) ચીખલદા વી.એ.રોડ, (૧૮) આહેરડી-બોરદહાડ રોડ, (૧૯) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, (૨૦ )ઘોડવહળ વી.એ.રોડ, (૨૧) માછળી-ચીખલા-દિવડયાવન રોડ, (૨૨) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, (૨૩) ખાતળ-માછળી રોડ, (૨૪) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, (૨૫) પાતળી-ગોદડિયા રોડ, (૨૬) ભેંસકાતરી-કાકરદા-ભોંગડીયા-એન્જીનપાડા રોડ, અને (૨૭) ભાલખેત-ચીખલા-મહાલ રોડ નો સમાવેશ થાય છે.વહીવટી તંત્રે વાહનચાલકોને અવરોધાયેલા આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">