DAHOD : દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં ફૂડ પોઈઝનીંગથી 4 લોકોના મોત, 9 લોકો સારવાર હેઠળ
Food poisoning in Dahod : ભલવાણ ગામે સામાજિક પ્રસંગે 150થી વધુ લોકોએ ભોજન આરોગ્યું હતું. જે બાદ કેટલાક લોકોની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
DAHOD :દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં 14 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવી એકાએક તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી. આ પૈકીના 4 લોકોનું મોત થઇ જતાં ગામની સુખશાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખુ ગામ હિબકે ચઢ્યુ હતું. 12 લોકોને દેવગઢ બારિયાના સરકારી દવાખાને દાખલ કરાયા બાદ બેને રીફર કરાયા છે.
તમામને ફુડ પોઇઝન હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે ત્યારે વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતા કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા તેની તપાસ શરૂ કરાઇ છે. જોકે, મૃતકોના વિસેરાના પરિક્ષણ બાદ મોતનું સાચુ કારણ સામે આવે તેમ છે. ભલવાણ ગામે સામાજિક પ્રસંગે 150થી વધુ લોકોએ ભોજન આરોગ્યું હતું. જે બાદ કેટલાક લોકોની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
નોંધનિય છે કે,દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ ગત રવીવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી.સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી. આ બકરાના મટનના ભાગ પાડવામાં આવતાં પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતાં.
દાહોદના દેવગઢ બારીયાના ભુલવાણ ગામે સામાજિક પ્રસંગે ભોજન આરોગ્યા બાદ ચાર લોકોના મોત થયા.તો બીમાર 9 લોકોની દેવગઢ બારીયાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.જે પૈકીના બે ગંભીર લોકોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી રહ્યાં છે.
આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસની ટીમે ગામમાં તપાસ હાથ ધરી છે. એક પ્રાથમિક તારણ અનુસાર ભોજનમાં કોઈએ જંતુનાશક દવા નાંખી હોવાની આશંકા છે. ભલવાણ ગામે સામાજિક પ્રસંગે 150થી વધુ લોકોએ ભોજન આરોગ્યું હતું. જે બાદ કેટલાક લોકોની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે..,, તો મૃતકના સ્વજનોમાં આક્રોશ ફેલાયો છે.
આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ
આ પણ વાંચો :નસવાડીની લિંડા આદિજાતિ શિક્ષણ સંકૂલના ભોજનમાં ઇયળ નીકળતા વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો