Dahod: ચોમાસુ માથે છે અને દાહોદ પાલિકા હજુ પ્રિમોન્સુન કામગીરીનાં વિચારમાં, શહેરના 8 ફીડર બંધ કરાતા જનતા ત્રાહિમામ
દાહોદ નગરપાલિકા (Dahod Municipality) અને MGVCLની ટીમ દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. MGVCLની ટીમ દ્વારા ચોમાસામાં વરસાદને (Rain) કારણે જોખમી બની શકે તેવા વીજ વાયરોને નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનો ભાગ દૂર કર્યો હતો.
ચોમાસુ (Monsoon 2022) ગુજરાતમાં (Gujarat) બેસવાની હવે તૈયારીમાં છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ગઇકાલે વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. જો કે હવામાન વિભાગે હજુ ચોમાસાના આગમનને હજુ વાર હોવાનું જણાવ્યુ છે. જો કે ચોમાસુ બેસવાની તૈયારી હોવા છતા હજુ પણ દાહોદ (Dahod) નગરપાલિકા પ્રિ-મોન્સૂન કામગીરી (Pre-monsoon works) હવે કરી રહી છે. જેની અસર જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે. દાહોદ શહેરના કેટલાક વિસ્તારમાં લોકોએ અંધારપટમાં રહેવુ પડી રહ્યુ છે.
દાહોદ નગરપાલિકા અને MGVCLની ટીમ દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. MGVCLની ટીમ દ્વારા ચોમાસામાં વરસાદને કારણે જોખમી બની શકે તેવા વીજ વાયરોને નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનો ભાગ દૂર કર્યો હતો. તેમજ અન્ય લટકતા વાયરોને પણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. જો કે આ કામગીરીને લઈ દાહોદ શહેરના 8 ફીડરો બંધ કરવામાં આવ્યા હતા. જેથી દાહોદના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.
દાહોદ શહેરમાં ફિડરો બંધ કરાતાં સવારથી અનેક વિસ્તારોમાં વૂજ પુરવઠો બંધ થઇ ગયો. જેના કારણે લોકોએ ગરમીમાં શેકાવુ પડી રહ્યુ છે. જેન કારણે લોકો નગરપાલિકા તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે.
દાહોદ શહેરના આ 8 ફીડરો (વિસ્તારમાં વીજળી ડુલ) બંધ
- 11 kv સ્ટેશન રોડ ફીડર (દેસાઈવાડા, સ્ટેશન રોડ )
- 11 kv ગોવિંદ નગર ફીડર (ગોવિંદનગર )
- 11 kv કલ્યાણ ફીડર(બુરહાની સોસાયટી, નવજીવન મિલ રોડ )
- 11 kv ગોધરા રોડ ફીડર(ગોધરા રોડ, ખાન ઉકરડા )
- 11 kv રેસ્ટ હાઉસ ફીડર(નગરપાલિકા, દોલતગંજ બજાર )
- 11 kv દર્પણ રોડ ફીડર (દર્પણ રોડ, ઠક્કર ફળીયા )
- 11 kv હનુમાન બજાર ફીડર (ઇસ્લામ પુરા, પડાવ )
- 11 kv સહકાર નગર ફીડર (સહકારનગર, લક્ષ્મી નગર ) આ તમામ વિસ્તારમાં વીજ પુરવઠો સવારથી બંધ કરાયો