દાહોદના ચાકલિયા રોડ પર માત્ર 32 લાખમાં ખરીદી શકશો વિશાળ ઘર, જાણો શું છે વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
દાહોદ: ગુજરાતના દાહોદમાં Canara Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.દાહોદના ચાકલિયા રોડ પર આવેલી સ્થાવર મિલકત એટલે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 75.08 ચોરસ મીટર છે.
આ પણ વાંચો-અમદાવાદના નરોડા વિસ્તારમાં માત્ર 18 લાખ રુપિયામાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત
તેની રિઝર્વ કિંમત 32,50,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 3,25,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 12 ફેબ્રુઆરી 2024,સોમવારે બપોરે 12 કલાકની છે. ઇ-હરાજીની તારીખ 13 ફેબ્રુઆરી 2024,મંગળવારે બપોરે 1 કલાકથી બપોરે 3 કલાક સુધીની રાખવામાં આવી છે.