Dahod: પીપલોદ ગામના માલગુણ ફળીયામાંથી 26 લાખથી વધુના ગાંજાનું વાવેતર SOGએ ઝડપી પાડયું

ઘરની પાછળના ભાગે ખેતરમાં ગાંજાના લીલા છોડ નંગ 192 જેનું વજન 255 કિલો 610 ગ્રામ તેમજ સુકવેલ ગાંજો 10 કિલો 200 ગ્રામ એમ કુલ મળી 265 કિલો 210 ગ્રામ જેની કિંમત રુપિયા 26,58,100 થાય છે

Dahod: પીપલોદ ગામના માલગુણ ફળીયામાંથી 26 લાખથી વધુના ગાંજાનું વાવેતર SOGએ ઝડપી પાડયું
પીપલોદ ગામના માલગુણ ફળીયામાથી 26 લાખથી વધુનુ ગાંજાનુ વાવેતર SOGએ ઝડપી પાડયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 3:05 PM

દાહોદ જીલ્લો જાણે નશાના વાવેતર માટે એપી સેન્ટર બન્યુ હોય તેમ છેલ્લા એક માસમા લાખો રુપિયાનુ નશા(ગાંજા)નુ વાવેતર SOG એ ઝડપી પાડયુ હતુ. પીપલોદ ગામ (Pipalod village) ના માલગુણ ફળીયામાં મગનભાઈ પટેલે તેમના ખેતરમાં નશા (ગાંજા)નુ વાવેતર (planting)  કરેલ હોવાની બાતમી SOG પીઆઇ એચ. પી. કરણને મળતા દરોડો પાડ્યો હતો જેમાં ઘરની પાછળના ભાગે ખેતરમા ગાંજાના લીલા છોડ નંગ 192 જેનુ વજન 255 કિલો 610 ગ્રામ તેમજ સુકવેલ ગાંજા 10 કિલો 200 ગ્રામ એમ કુલ મળી 265 કિલો 210 ગ્રામ જેની કિંમત રુપિયા 26,58,100 (છબીસ લાખ અઠ્ઠાવન હજાર સૌ રુપીયા )નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જયારે મંગળ ઉર્ફે મંગળભાઇ ઉર્ફે મગનભાઈ ભુરાભાઇ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

5 માસમાં 4.92 કરોડનો લીલા ગાંજા (marijuana) નો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં 11 સપ્ટેમ્બર 2020એ સાગડાપાડામાં 65870નો 6578 કિલો, 22 ઓક્ટોબર 2021એ હાંડી ગામે 3 ખેતરમાંથી 2.74 કરોડનો 2745 કિલો, 30 ઓક્ટોબર 2021એ કુણધાથી ખેતરમાંથી 9.40 લાખનો 94 કિલો, 4 ડિસેમ્બર 2021ના રોજ સાલિયા ગામે ખેતરમાંથી 1.14 કરોડનો, 12 ફેબ્રુઆરીએ વરોડથી 2.92 લાખનો 30 કિલો ગાંજો જપ્ત કર્યો છે.

દાહોદ જિલ્લામાં ખેતરમાં શાકભાજી અને વિવિધ પાકની આડમાં ગાંજાની ખેતી મોટા પ્રમાણમાં કરાતી હોવાનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે અત્યાર સુધી ખેતરમાં લહેરાતો લીલો ગાંજો જ મળી આવ્યો હતો. 12 ફેબ્રુઆરીના રોજ વરોડ ગામમાં છાપો મારતાં લીલા ગાંજા સાથે પ્રથમ વખત 2 કિલો સુકો ગાંજો મળ્યો હતો ત્યારે પીપલોદમાં પણ છાપા દરમિયાન 10 કિલોથી વધુ સુકો ગાંજો પકડાયો છે. જે મોટી માત્રા હોવાનું કહેવાઇ રહ્યું છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ પણ વાંચોઃ Radhanpur: મુખ્યમંત્રીએ 60 MLD ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી, 1.74 લાખ નાગરિકોને પાઈપલાઈન થકી પાણી મળશે

આ પણ વાંચોઃ Surat: જિલ્લા સંકલન બેઠકમાં લોક સમસ્યા ઉકેલવામાં ધારાસભ્યોને કોઈ રસ ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા

g clip-path="url(#clip0_868_265)">