DAHOD : લક્ષ્મીનગરમાં એક મહિનાથી આવે છે લાલ પાણી, દૂષિત પાણી સ્વાસ્થ્ય માટે છે જોખમી

સ્થાનિકોના જણાવ્યા મુજબ લક્ષ્મીનગરની બાજુમા દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત સ્ટ્રોમ વોટર પ્રોજેકટ (STP) આવેલ છે. જે આવ્યા બાદ બોરમાં લાલ પાણી આવવાનું શરુ થયાનો આક્ષેપ થયો છે. અહીંયા 500થી વધુ મકાનો આવેલા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 5:36 PM

DAHOD : સ્માર્ટ સિટી એવા દાહોદમાં લક્ષ્મીનગર વિસ્તારમાં લાલ પાણી આવતું હોવાની સમસ્યા છે. છેલ્લાં એક મહિનાથી પણ વધારે સમયથી આ રીતે ગંદુ પાણી આવે છે. જે અંગે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ પણ કરાઇ છે. પરીક્ષણમાં પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ હોવાથી આ પાણી પીવા માટે જોખમી હોવાનું સામે આવ્યું છે. લક્ષ્મીનગરમાં 500થી વધુ મકાનોમાં રહીશોને હાલ વેચાતુ પાણી લાવવાની ફરજ પડી છે. સ્થાનિકોનો આરોપ છે કે દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ આવેલ છે. તે આવ્યા બાદ જ બોરમાં લાલા પાણી આવતું હોવાનો આરોપ છે. ત્યારે સ્થાનિકોના આરોપને લઇને તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. અને ઝડપથી સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ લક્ષ્મીનગરની બાજુમા દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત સ્ટ્રોમ વોટર પ્રોજેકટ (STP) આવેલ છે. જે આવ્યા બાદ બોરમાં લાલ પાણી આવવાનું શરુ થયાનો આક્ષેપ થયો છે. અહીંયા 500થી વધુ મકાનો આવેલા છે. તમામના બોરમાં અગાઉ ચોખ્ખું પાણી આવતું હતું. હવે લાલ પાણી આવતા વેચાતું પાણી લેવુ પડે છે. વળી જો બોરનું પાણી હાલ તો વાપરવામાં પણ કામ નથી આવતું. ત્યારે આ અંગે તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ આ અંગે મીડીયાના માધ્યમથી જાણવા મળેલ છે. અને, તેમને સ્થળ તપાસ કરવામાં આવશે અને પાણી કયાં કારણોસર લાલ થયું છે તેની તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad: કોંગ્રેસમાં વિપક્ષના નેતા પદ મુદ્દે વિવાદ, શહેજાદ ખાને કહ્યું તમામ આક્ષેપો ખોટા, પાર્ટીનો આદેશ શિરોમાન્ય

આ પણ વાંચો : સુરત : રાંદેરમાં જાહેરમાં મારામારીના કેસમાં 6 ઇસમો ઝડપાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">