Ahmedabad: કોંગ્રેસમાં વિપક્ષના નેતા પદ મુદ્દે વિવાદ, શહેજાદ ખાને કહ્યું તમામ આક્ષેપો ખોટા, પાર્ટીનો આદેશ શિરોમાન્ય

Ahmedabad: કોંગ્રેસમાં વિપક્ષના નેતા પદ મુદ્દે વિવાદ, શહેજાદ ખાને કહ્યું તમામ આક્ષેપો ખોટા, પાર્ટીનો આદેશ શિરોમાન્ય

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 5:44 PM

કોંગ્રેસ મોવડી મંડળે દાવો કર્યો છે કે નારાજ કોર્પોરેટરોને મનાવી લેવામાં આવશે. નારાજ કોર્પોરેટરો શહેજાદ ખાનની વિરુદ્ધમાં પોતાની મનમાની કરાવવા દબાણ કરી રહ્યા છે

અમદાવાદ(Ahmedabad) શહેર કોંગ્રેસના(Congress)નેતાઓ વચ્ચેનો વિવાદ સળગતો જઈ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશન( AMC)ના વિપક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણની(Shehzad Pathan )ચર્ચા થતા કોંગ્રેસના 10 કોર્પોરેટરોએ રાજીનામું આપ્યું છે.આ મુદ્દે નારાજ કોર્પોરેટર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને મળ્યા હતા અને કોઈ અન્ય સિનિયર નેતાને વિપક્ષના નેતા બનાવવા રજૂઆત કરી હતી

સમગ્ર વિવાદના કેન્દ્રમાં રહેલા શહેજાદ પઠાણ સામે કોંગ્રેસની મહિલા કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે શહેજાદ મહિલા નેતાઓનું સન્માન કરતો નથી.. અને અગાઉ પણ તેમની વિરુદ્ધ ફરિયાદો થઈ ચુકી છે… આ સાથે સિનિયર નેતાની પસંદગી એએમસીના વિપક્ષના નેતા તરીકે થવી જોઈએ  ત્યારે આ મામલે શહેજાદખાન પઠાણે કહ્યું કે આ વિરોધ કરનારા નેતાઓને કોઈ પદની ઈચ્છા હશે

તો બીજીબાજુ કોંગ્રેસ મોવડી મંડળે દાવો કર્યો છે કે નારાજ કોર્પોરેટરોને મનાવી લેવામાં આવશે. નારાજ કોર્પોરેટરો શહેજાદ ખાનની વિરુદ્ધમાં પોતાની મનમાની કરાવવા દબાણ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના નિરીક્ષક સીજે ચાવડાએ કહ્યું કે કોઈ રાજીનામુ અપાયું નથી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના(AMC)વિપક્ષના નેતાના(Opposition Leader)નામ અંગે અસંતોષ ઉભો થયો છે. જેમાં કોંગ્રેસના(Congress)નારાજ 10 કાઉન્સલીરોએ આ મુદ્દે પક્ષમાંથી રાજીનામું(Resign) ધરી દેતા સમગ્ર મામલો ગરમાયો છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના કોંગ્રેસના નારાજ કોર્પોરેટરો પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેમજ પત્ર લખીને કોંગ્રેસ પ્રમુખને રાજીનામાં ધરી દીધા છે.

આ રાજીનામું આપનારા કાઉન્સિલરોમાં કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી, હાજી મિર્જા, જમના વેગડા, માધુરી કલાપી, કામિનીબેન ઝા, નીરવ બક્ષી,ઇકબાલ શેખ અને તસનીમ તિર્મિઝીનો સમાવેશ થાય છે.

આ પણ  વાંચો :  અમદાવાદમાં ઉત્તરાયણની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ, કોરોનાના નિયમો ભુલાયા

આ પણ વાંચો :  Ahmedabad : બ્રેઇનડેડ ગિરિશચંદ્રએ જીવનની અંતિમ ક્ષણોમાં “ચિઠ્ઠી લખીને” અંગદાનની અંતિમ ઇચ્છા દર્શાવી

Published on: Jan 09, 2022 05:32 PM
g clip-path="url(#clip0_868_265)">