Dahod: જીલ્લામાં 18 વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિન ચાલુ ન કરાતા યુવાનોમાં રોષ

દાહોદ (Dahod) જીલ્લામાં કોરાના સંક્ર્મણના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. કેસમાં વધારો થવાની સાથો સાથ મૃત્યુ આંક પણ વધી રહ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 10, 2021 | 9:55 AM

દાહોદ (Dahod) જીલ્લામાં કોરાના સંક્ર્મણના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. કેસમાં વધારો થવાની સાથો સાથ મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. સરકાર દ્વારા 45 +માટે વેક્સિન ની જાહેરાત બાદ 1 મે થી 18+ ને વેક્સિન આપવાની જાહેરાત કરાઈ હતી. આ બાદ યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો

રાજય સરકાર દ્વારા 18 + ની જાહેરાત બાદ યુવકો એ રજીસ્ટ્રેશન પણ કરાવી દેવામા આવ્યા છે. પરંતુ દાહોદ જીલ્લા ટ્રાયબલ જીલ્લો હોવા છતાંય સરકાર દ્વારા યુવકો ને વેક્સિન માટે સમાવેશ ન કરાતા હાલ યુવાનોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. આ સાથે જ જલ્દી વેક્સિનેશન શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

તમને જણાવી દઈએ કે, દાહોદ જીલ્લામાં રોજે રોજ પોઝીટીવ કેસોનો આંક 3 ડીઝીટમાં આવે છે તેમજ મૃત્યુનો દર પણ રોજ નો 20 થી વધુ નો છે ત્યારે સત્વરે 18+ માટે વેક્સિનેશન શરુ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.

રાજ્યમાં 9 મે ના રોજ કોરોનાના નવા 11,084 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 121 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 6,80,412 થઇ છે અને મૃત્યુઆંક 8394 થયો છે.

રાજ્યમાં 9 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 14,770 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,33,004 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 78.27 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,39,614 થયા છે, જેમાં 786 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,38,828 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

અત્યાર સુધીમાં કુલ 1,03,27,556 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 32,14,079 વ્યકિતઓના બીજા ડોઝનું ૨સીક૨ણ પુર્ણ થયું. આમ કુલ 1,35,41,635 ૨સીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું ૨સીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 24,886 વ્યકિતઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું ૨સીકરણ કરાયુ. અત્યા૨ સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને આ ૨સીના કારણે ગંભીર આડઅસ૨ જોવા મળેલ નથી.

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">