Cyclone Tauktae in Gujarat : અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસ આ રીતે અસર કરશે વાવાઝોડું

વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તાર ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં પણ જોવા મળશે. જેમાં અમદાવાદ શહેરમાં પણ 20 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને બે ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. આ ઉપરાંત ગરમીના પારામાં 4 થી 10 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.

Cyclone Tauktae in Gujarat : અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસ આ રીતે અસર કરશે વાવાઝોડું
Ahmedabad Rain ( File Photo )
Follow Us:
| Updated on: May 17, 2021 | 3:54 PM

Cyclone Tauktae ને ગુજરાતમાં ભારે પવન અને વરસાદની શક્યતાને પગલે હાઇ એલર્ટ જાહેર કરવા માં આવ્યું છે. તેમજ સીએમ રૂપાણીએ પણ લોકોને બે દિવસ કામ વિના બહાર ના નિકાળવા અપીલ કરી છે. જો કે આ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તાર ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં પણ જોવા મળશે. જેમાં અમદાવાદ શહેરમાં પણ 20 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને બે ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. આ ઉપરાંત ગરમીના પારામાં 4 થી 10 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ CycloneTauktaeની ત્રણ દિવસ સુધી અસર જોવા મળવાની છે. જેમાં તારીખવાર વાવાઝોડાની અસર પર નજર કરીએ .

17 મે 2021 સોમવાર- ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, આણંદ, ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દમણમાં છુટોછવાયો વરસાદ વરસશે. વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લના કેટલાક વિસ્તારમાં બારે વરસાદ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

18 મે 2021- મંગળવાર ભાવનગર, અમરેલી બોટાદ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે. આણંદ,અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ અને દિવમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહિસાગર, ખેડા, સુરત, ભરૂચ અને વડોદરા, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

19 મે 2021 બુધવાર બનાસકાંઠા, સાબરકાંઠા મહેસાણા અને કચ્છ જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હાલ ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે  વાવાઝોડું  ટકરાશે દિવથી 20 કિમી પૂર્વ દિશા તરફ વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે પવનની ઝડપ 155થી 165 કિમી પ્રતિ કલાક હશે કે જે વધીને 185 કિમી કલાક થઈ શકે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">