Cyclone Tauktae : અમરેલીમાં વાવાઝોડાએ મચાવી તબાહી, અનેક રસ્તા થયા બ્લોક
Cyclone Tauktae : હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તેની તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા તંત્ર ખડેપગે છે.

Cyclone Tauktae : હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તેની તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા તંત્ર ખડેપગે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવનથી 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. 20 જિલ્લાઓમાં NDRFની 44 ટીમ તૈનાત છે તે હવે સ્થિતિ પર નજર રાખશે. દીવ-વેરાવળમાં પણ અનેક હોર્ડિંગ્સ જમીન દોસ્ત થઈ ગયા છે.
આ વચ્ચે અમરેલી જિલ્લામાં પણ વાવાઝોડાને પગલે ભારે નુકસાન થયું છે. બાબરા પંથકમાં વાવાઝોડાને લઇને અનેક જગ્યાઓ પર ભારે નુકસાન થયું છે. જિલ્લાભરમાં અનેક જગ્યા પર ઝાડ ધરાશયી થતા રસ્તા બંધ થઇ ગયા છે. તંત્ર દ્વારા લોકોને હાલાકી ના પડે તે માટે ખડેપગે છે. અમરેલી જિલ્લાના 145 થી વધુ રોડ બ્લોક થયા છે. 19 જેટલા રોડ ક્લિયર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તાઉ તે વાવાઝોડાની સૌથી ગંભીર અસર ઉના તાલકાના કેસરિયા ગામે થઇ છે. તાઉ તે વાવાઝોડાની આંખ કેસરિયા ગામમા હોવાનો ગ્રામજનોનો દાવો છે. ગઈકાલે રાત્રે ૧૭૦ કિમી ઝડપે પવન ફૂંકાતા કેસરિયા ગામના મોટાભાગના ઘરોના છાપરા ઊડી ગયા છે અને કસરિયા ગામે પ પશુના પણ વાવાઝોડામા મોત તયા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે સીવીયર સાયકલોનીક સ્ટોર્મ બનીને આગળ વધી રહ્યું છે તાઉ’તે વાવાઝોડું , વાવાઝોડાથી અમદાવાદ જિલ્લામાં વિરમગામ અને ધંધુકા તાલુકામાં થશે અસર, વિરમગામ અને ધંધુકા તાલુકામાં ભારે પવનની શરૂઆત, વહીવટી તંત્ર આ બંને તાલુકામાં ખડેપગે. જે જિલ્લામાં અસર થશે તે જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. અગમચેતીના પગલાં, ગ્રામજનોનું સુરક્ષિત સ્થળો પર કરવામાં આવ્યું છે સ્થળાંતર,હોર્ડિંગ્સ અને બોર્ડ ને ઉતારી લેવામાં આવ્યા.
Latest News Updates





