પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની પોસ્ટ કરનાર આરોપી શેતલ લોલિયાણીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ 25 માર્ચના રોજ પ્રધાનમંત્રી મોદીને મારી નાખવા અંગે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મારી નાંખવાની ધમકી આપનાર ઝડપાયો છે.સાયબર ક્રાઈમ બ્રાંચે શેતલ લોલિયાણી નામના વ્ચક્તિની ધરપકડ કરી છે. 25 માર્ચના રોજ શેતલ લોલિયાણીએ ધમકી પોસ્ટ કરી હતી. હાલ તો સાયબર ક્રાઈમ બ્રાંચે આરોપીને પકડની સઘન પૂછપરછ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…