કર્ફ્યુ ભંગનાં ગુનામાં આરોપીને પકડીને પોલીસ મથકે લઈ જઈ રહેલા LRD જવાનનું અકસ્માતમાં મોત, બંપ પરથી વાહન ઉછાળતા જવાન નીચે પટકાયો, મોતની ઘટના CCTVમાં કેદ

કર્ફ્યુ ભંગનાં ગુનામાં આરોપીને પકડીને પોલીસ મથકે લઈ જઈ રહેલા LRD જવાનનું અકસ્માતમાં મોત, બંપ પરથી વાહન ઉછાળતા જવાન નીચે પટકાયો, મોતની ઘટના CCTVમાં કેદ
http://tv9gujarati.in/curfur-bhang-na-…u-aksmaat-ma-mot/

વડોદરામાં એક વિચિત્ર ઘટના બની છે જેમાં કર્ફ્યુ ભંગના ગુનામાં પકડેલા આરોપીના ટુ-વ્હીલર પરથી પટકાતાં LRD જવાનનું મોત થયું છે. બન્યું એવું કે, શહેરના ફતેગંજ વિસ્તારમાં 30 જૂને રાત્રે ટુ-વ્હીલર ચાલકને પોલીસે રોક્યો હતો. તેની સામે કર્ફ્યુના ભંગની કાર્યવાહી કરવા LRD જવાન આરોપીની સાથે તેના ટુ-વ્હીલર પર બેસીને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો. આ સમયે […]

Pinak Shukla

|

Jul 02, 2020 | 10:56 AM

વડોદરામાં એક વિચિત્ર ઘટના બની છે જેમાં કર્ફ્યુ ભંગના ગુનામાં પકડેલા આરોપીના ટુ-વ્હીલર પરથી પટકાતાં LRD જવાનનું મોત થયું છે. બન્યું એવું કે, શહેરના ફતેગંજ વિસ્તારમાં 30 જૂને રાત્રે ટુ-વ્હીલર ચાલકને પોલીસે રોક્યો હતો. તેની સામે કર્ફ્યુના ભંગની કાર્યવાહી કરવા LRD જવાન આરોપીની સાથે તેના ટુ-વ્હીલર પર બેસીને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો. આ સમયે જ સ્પીડ બ્રેકર આવતા આરોપીએ ટુ-વ્હીલર તેના પરથી કૂદાવી દીધી હતી. અચાનક જર્ક આવતા LRD જવાન ઉછળીને નીચે પટકાયો હતો, જેમાં 24 વર્ષીય LRD જવાન પ્રતિક રમેશભાઇ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાછળથી તેનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે આરોપી યુવાન અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, LRD જવાન ટુ-વ્હીલરમાંથી નીચે પટકાયા બાદ રોકાયા વિના જ ત્યાંથી ફરાર થઇ જાય છે. પોલીસે આરોપી કુશવંત ધોત્રા વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati