NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને કોર્ટે દોઢ વર્ષની કેદની સજા સંભળાવી, રાજકોટ પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના કેસમાં દોષિત જાહેર

2007માં ફરાર થયા બાદ 2009માં તેઓ પોલીસના સકંજામાં આવ્યા હતા. ત્યારે હવે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:12 PM

રાજકોટ (Rajkot) પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના કેસમાં કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને (NCP MLA Kandhal Jadeja) રાજકોટ કોર્ટે દોઢ વર્ષની જેલની સજા ફટકારી છે. 5 ફેબ્રુઆરી 2007માં કાંધલ જાડેજા રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયા હતા. કાંધલ જાડેજા, 4 પોલીસ કર્મચારી, 3 ડોક્ટર સહિત 14 શખસ સામે કોર્ટમાં કેસ ચાલતો હતો.આજે રાજકોટ કોર્ટે કાંધલ જાડેજાને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કાંધલ જાડેજાને દોઢની સજા અને 10 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે.

રાજકોટ પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના કેસમાં કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ કોર્ટે દોઢ વર્ષની જેલની સજા ફટકારી છે. સાથે જ તેમને રૂપિયા 10  હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.  5 ફેબ્રુઆરી 2007માં કાંધલ જાડેજા રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયા હતા. કાંધલ જાડેજા, 4 પોલીસ કર્મચારી, 3 ડોક્ટર સહિત 14 શખસ સામે કોર્ટમાં કેસ ચાલતો હતો.આજે રાજકોટ કોર્ટે કાંધલ જાડેજાને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કાંધલ જાડેજાને દોઢની સજા અને 10 દંડ ફટકાર્યો છે.

1 માર્ચ 2005ના રોજ પોરબંદરના કાંધલ જાડેજા અને કાના જાડેજાને પૂર્વ નગરસેવક કેશુ નેભા ઓડેદરા સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં કાંધલ જાડેજા અને કાના જાડેજાએ ફાયરિંગ કરી કેશુ નેભાની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે કાંધલ જાડેજા, કાના જાડેજા સહિત 9 સામે ફરિયાદ નોંધાઇ હતી. જોકે જુલાઇ 2021માં કાના જાડેજા સહિત 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ WHOના ડાયરેક્ટરનું ગુજરાતી નામકરણ કર્યુ, તેમનું હુલામણું નામ ‘તુલસીભાઈ’ રાખી દીધુ

આ પણ વાંચો-Amreli: કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત ફરી વિવાદમાં, PGVCLના અધિકારીને ફોનમાં આપી ધમકી, સાંભળો ધમકીથી ભરપૂર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">