વડાપ્રધાન મોદીએ WHOના ડાયરેક્ટરનું ગુજરાતી નામકરણ કર્યુ, તેમનું હુલામણું નામ ‘તુલસીભાઈ’ રાખી દીધુ

પીએમ મોદીએ (PM Modi) મજાક-મજાકમાં WHOના એમડી ટેડ્રોસનું (WHO MD Tedros) નામકરણ કરી નાખ્યું. ટેડ્રોસનું હુલામણું નામ તુલસીભાઈ રાખી દીધુ અને નામ રાખવા પાછળની આખી વાત પણ કહીં સંભળાવી.

વડાપ્રધાન મોદીએ WHOના ડાયરેક્ટરનું ગુજરાતી નામકરણ કર્યુ, તેમનું હુલામણું નામ 'તુલસીભાઈ' રાખી દીધુ
PM Modi gives Gujarati name to WHO Chief Dr Tedros Adhanom Ghebreyesus in Global AYUSH Summit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 2:08 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પોતાના અનોખા અંદાજ માટે ખૂબ જાણીતા છે. તેમના સંપર્કમાં જે પણ આવે છે તેમને તે પોતાના મિત્ર બનાવી દેતા હોય છે. હાલમાં WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ (WHO Director General Tedros) ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગર (Gandhinagar) મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં તેઓ પીએમ મોદી સાથે મંચ પર ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે WHOના ડાયરેક્ટરે કહ્યું કે, મારું નામ ગુજરાતીમાં રાખી દો અને વડાપ્રધાન મોદીએ તેનું નામ રાખી દીધુ તુલસીભાઈ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આજે ગાંધીનગર મહાત્મા મંદિરમાં ત્રણ દિવસની આયુષ સમિટનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે. આ પ્રસંગે WHOના ડાયરેક્ટર અને મોરેશિયસના વડાપ્રધાન હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ટેડ્રોસ તેમના ખાસ મિત્ર છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે WHOના એમડીએ મને જણાવ્યું હતું કે મને નાનપણમાં ભારતીય શિક્ષકે શિક્ષણ આપ્યું હતું અને તેનો મને ગર્વ છે. તેમણે મને કહ્યું હતું કે હું પાકો ગુજરાતી બની ગયો છું. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદાએ કહ્યું કે WHOના એમડીએ મને કહ્યુ કે, મારું નામ ગુજરાતી રાખી દો, ત્યારે હું આજે મહાત્માની ભૂમિ પર તેમનું નામ તુલસીભાઈ રાખું છું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પીએમ મોદીએ મજાક-મજાકમાં WHOના એમડી ટેડ્રોસનું નામકરણ કરી નાખ્યું. ટેડ્રોસનું હુલામણું નામ તુલસીભાઈ રાખી દીધુ અને નામ રાખવા પાછળની આખી વાત પણ કહીં સંભળાવી. વડાપ્રધાને કહ્યું કે ટેડ્રોસ તેમના ખૂબ સારા મિત્ર રહ્યા છે. જ્યારે પણ મળતા હતા એક વાત અવશ્ય કહેતા હતા કે- તેમને બાળપણથી ભારતના શિક્ષકોએ ભણાવ્યા હતા. જીવનના મહત્વના પડાવ પર ભારતીય શિક્ષકોનો મહત્વનો રોલ રહ્યો છે.

તેમને ભારત સાથે જોડાયેલા રહેવામાં ખૂબ ગર્વ છે. વડાપ્રધાને કહ્યું કે આજે સવારે જ્યારે ટેડ્રોસ મને મળ્યા ત્યારે કહ્યું કે હું પાક્કો ગુજરાતી થઈ ગયો છું. તેમણે કહ્યું કે મારું નામ ગુજરાતી રાખી દો. હમણા મંચ ઉપર પણ યાદ કરાવતા હતા મારું નામ નક્કી કર્યું કે નહીં. જેથી મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ પર મારા પરમ મિત્રને ગુજરાતીના નાતે તુલસીભાઈ નામ આપું છું. આ નામ સાંભળીને ટેડ્રોસ પણ હસી પડ્યા હતા. પીએમ મોદી અને ટેડ્રોસની સાથે હોલમાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

આ પણ વાંચો-Amreli: કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત ફરી વિવાદમાં, PGVCLના અધિકારીને ફોનમાં આપી ધમકી, સાંભળો ધમકીથી ભરપૂર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ

આ પણ વાંચો-Surat: ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરનાર આરોપીઓને કોર્ટે 2 વર્ષની જેલ અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">