AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ક્રાઈમબ્રાંચના 5 પોલીસકર્મીઓ સામે દારૂ ભરેલા ટ્રકનું ડ્રાઈવર સાથે અપહરણ કરવાનો ગુનો નોંધાયો, બે બુટલેગરો સહિત કુલ 11 આરોપી સામે ફરિયાદ

રાજકોટ પોલીસના (Rajkot Police) કર્મચારીઓએ રાતોરાત રૂપિયા કમાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. પાંચેય પોલીસકર્મીઓએ 394 પેટી દારૂનો જથ્થો અન્ય બુટલેગરને વેચી મારવાનો પ્લાન ઘડ્યો હતો.

Rajkot: ક્રાઈમબ્રાંચના 5 પોલીસકર્મીઓ સામે દારૂ ભરેલા ટ્રકનું ડ્રાઈવર સાથે અપહરણ કરવાનો ગુનો નોંધાયો, બે બુટલેગરો સહિત કુલ 11 આરોપી સામે ફરિયાદ
Rajkot Crime Branch (FIle Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 2:36 PM
Share

સુરેન્દ્રનગરના (Surendranagar) સાયલામાંથી વિદેશી દારૂ સાથે ચાર કોન્સ્ટેબલ ઝડપાવા અંગે મહત્વનો ખુલાસો થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના (Rajkot Crime Branch) કર્મી સાયલા પાસેથી દારૂ ભરેલી ટ્રક લઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. રાજકોટ (Rajkot) ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચનામું લીધા વગર જ દારૂ ભરેલી ટ્રક લઈને જઈ રહી હતી. જેને લઈ રાજકોટ ક્રાઈમબ્રાંચના 5 પોલીસકર્મીઓ સામે દારૂ ભરેલા ટ્રકનું ડ્રાઈવર સાથે અપહરણ કરવાનો ગુનો નોંધાયો છે તો બે બુટલેગરો સહિત કુલ 11 આરોપી સામે ફરિયાદ દાખલ થઈ છે.

રાજકોટમાં એક બુટલેગરે આપેલી બાતમી આધારે કાર્યવાહી કરવાને બદલે રાજકોટ ક્રાઈમ બ્રાંચના 5 પોલીસ કર્મીઓએ રૂપિયા કમાવવા તોડકાંડને અંજામ આપવાનો પ્રયાસ કર્યો અને આખે આખી દારૂ ભરેલી ટ્રકનું બુટલેગર સાથે અપહરણ કર્યું. જોકે પોલીસકર્મીઓનો કારસો સફળ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા અને સમગ્ર કારસાને નિષ્ફળ બનાવ્યો છે. સાથે જ પાંચમાંથી 4 પોલીસકર્મીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

શું હતો સમગ્ર ઘટનાક્રમ?

બુટલેગર સૌરભ રાણાને દારૂ ભરેલી ટ્રકની બાતમી મળી હતી. બુટલેગર રાણાએ ક્રાઈમ બ્રાંચની મહિલા PSIને આ અંગેની બાતમી આપી હતી. જે બાદ PSI ભાવનાએ અન્ય પોલીસકર્મીઓને જાણ કરી. આ તમામ પોલીસકર્મીઓએ મંડળી બનાવી તોડનો પ્લાન ઘડ્યો. એક તરફ પોલીસ કર્મી ઉપેન્દ્ર, સુભાષ, ક્રિપાલ રાજકોટથી સલાયા પહોંચ્યા તો બીજી તરફ કોન્સ્ટેબલ દેવા ધરજીયા બુટલેગરને લઈ સલાયા પહોંચ્યો હતો. આ તમામ પોલીસકર્મીઓએ સુરેન્દ્રનગરના સાયલામાંથી બુટલેગરનું દારૂ ભરેલી ટ્રક સાથે અપહરણ કર્યું અને દારૂ ભરેલી ટ્રક અને બુટલેગર સાથે રાજકોટ રવાના થયા.

આ તમામ પોલીસકર્મીઓ હાઈવે પર જે. કે. હોટલ પર અડધો કલાક રોકાયા. જો કે રાજકોટ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે આ ટ્રકને અટકાવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ સમક્ષ ટ્રકના ડ્રાઈવરે દારૂ સાથે ટ્રકના અપહરણનો ખુલાસો કર્યો હતો તો સ્ટેટ મોનિટરિંગ સેલની જાણ થતા જ પોલીસ સાથે મળેલો રાજકોટનો બુટલેગર સૌરભ રાણા નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ સ્ટેટ મોનિટરિંગ સેલે ચારેય પોલીસકર્મીઓની અટકાયત કરી હતી. દારૂના જથ્થા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સલાયા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને બાદમાં 18 લાખની કિંમતના દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી.

રાજકોટ પોલીસના કર્મચારીઓએ રાતોરાત રૂપિયા કમાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. પાંચેય પોલીસકર્મીઓએ 394 પેટી દારૂનો જથ્થો અન્ય બુટલેગરને વેચી મારવવાનો પ્લાન ઘડ્યો હતો. દારૂનો માલ વેચીને 75 ટકા રકમ લઈ લેવાનો પણ કારસો રચ્યો હતો. ટ્રક ડ્રાઈવરને 50 હજારની લાલચ આપવામાં આવી હતી અને જો ન માને તો ખોટા કેસમાં ફસાવવાનો પ્લાન હતો. બુટલેગર સાથે પોલીસકર્મીઓએ સોદો કર્યો હતો. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલે તેમના પ્લાન પર પાણી ફેરવી દીધુ.

જો કે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે આ પોલીસકર્મીઓએ પોતાની હદ બહાર કેમ કાર્યવાહી કરી અને સુરેન્દ્રનગરમાંથી ઝડપેલી ટ્રકને રાજકોટ કેમ લઈ જવાતી હતી. 4 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી તો મહિલા PSI સામે કેમ નહીં? મહત્વનું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની બદલી કરવાનો હેતુ જ બેફામ બનેલા બુટલેગરોને નેસ્તનાબૂદ કરવાનો છે અને તેથી જ તેઓએ મોરચો સંભાળ્યા બાદ દારૂ જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ પર રોક લગાવવા એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. આ જ હેલ્પલાઈન નંબર હવે બુટલેગરો સાથે સેટિંગ ધરાવતા પોલીસકર્મીઓ માટે ડેડલાઇન બની રહી છે.

આ પણ વાંચો-BHARUCH : કપાસની સારી ઉપજ અને પોષણસમ ભાવ મળતા કાનમ પ્રદેશના ખેડૂત બે પાંદડે થયા

આ પણ વાંચો-રાજકોટ બાદ મોરેશિયસના PM આજે અમદાવાદની મુલાકાતે, એરપોર્ટથી હાંસોલ સુધી રોડ શો યોજશે

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">