Coronavirus Update : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ બીજી લહેરમાં સતત વધી રહ્યુ છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સીજન સહિત બેડ સહિત અનેક વસ્તુઓની અછત સર્જાઇ રહી છે. ત્યારે આ અછતને પહોંચી વળવા #Gujaratcovidsupport ટીમ દ્વારા અમદાવાદ શહેર માટે એક લાઇવ વોટ્સએપ બોટનું આયોજન કરવામાં આવ્યું છે. વોટ્સએપ બોટ દ્વારા ઓક્સીજન સિલિન્ડર,ફુડ કોવિડ દર્દીઓ માટે પ્લાઝમા, ફોન પર ડૉક્ટર સહિત , લેબ રિપોર્ટ,પ્લાઝમાં ડોનર માટેનું રજિસ્ટ્રેશન વગેરે જાણકારી મળી શકશે.
#AhmedabadCovidSupport #whatsapp bot is live 😊. Click here to directly chat using "HI"https://t.co/hD6TuvO49p
(Feedbacks welcome)*. pic.twitter.com/riaLQHidJo
— Kumar Manish (@kumarmanish9) May 9, 2021
આ સુવિધાનો લાભ લેવા માટે 9879786159 નંબર પર વોટ્સએપ પર HI કરીને મેસેજ કરવાનો રહેશે. HI કર્યા બાદ તમને અલગ અલગ ઓપ્શન મળશે જેમકે 1) ઓકસીજન 2) દર્દીઓ માટે જમવાનુ 3) પ્લાઝમા 4) ડૉક્ટર ઓન કોલ 5) લેબ ટેસ્ટ 6) કોવિડ સામે રક્ષણ કેવી રીતે મેળવવુ 7) સ્વયંસેવક બનો 8) પ્લાઝમા ડોનર બનો જેવા ઓપ્શન મળશે આપને જે વસ્તુની જરુરિયાત હોય તે જરુરિયા મુજબ આપ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તે ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આપને તે ઓપ્શનને અનુરુપ જરુરી માહિતિ મળશે જેનો આપ ઉપયોગ કરી શકો છો.