Corona side effect : છેલ્લા બે મહિનામાં યુવાનોમાં આંતરડાના ગેંગરિનના કેસોમાં વધારો નોંધાયો

|

Oct 18, 2021 | 12:07 PM

અમદાવાદ શહેરમાં રોગચાળાના સાજા થયેલા દર્દીઓમાં હવે ગુલિયન બાર સિન્ડ્રોમ (જીબીએસ)ના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે, અગાઉ કોરોનાનો કેર હતો ત્યારે પણ આવા કેસમાં અચાનક ઉછાળો આવ્યો હતો

છેલ્લા બે મહિનાથી કોરોનાના કેસમાં રાહતજનક ઘટાડો થઇ રહ્યો છે. જોકે, અનેક લોકોને કોરોનાથી સાજા થવા છતાં શરીરમાં તેની આડઅસર હજુ પરેશાન કરી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં હોસ્પિટલોમાં થતાં આંતરડાના ગેંગરિનના કેસમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત અગાઉની સરખામણીએ હવે ૩૦થી ૩૫ની વયજૂથના યુવાનોમાં પણ આંતરડાના ગેંગરિનના કેસ વધી ગયા છે.

પેટમાં અસહ્ય દુઃખાવો રહેતો હોય કે વોમિટિગ, ડાયેરિયાની સમસ્યા સતત નડી રહી હોય તો તકેદારીના ભાગરૂપે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.. આંતરડામાં ગેંગરિન થવાના કેસ અગાઉ પણ આવતા હતા. પરંતુ કોરોના બાદ યુવાનોમાં પણ આંતરડાના ગેંગરિનના કેસમાં વધારો થયો છે. માર્ચ ૨૦૨૦માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી અત્યારસુધી અમદાવાદના ગેસ્ટ્રોસર્જન પાસે પણ આંતરડાના ગેંગરિનના અંદાજે ૨૦થી વધુ કેસ આવ્યા છે.

અને તેમાં યુવાનોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. અગાઉ કોરોના થયો હોય, મેદસ્વિતા, અનિશ્ચિત જીવનશૈલી, રક્તવાહિનીને લગતી બિમારી હોય કે વધુ પડતું સ્મોકિંગ-ડ્રિન્કિંગ કરતા હોવ તો આ સમસ્યાનો ,સામનો કરવો પડતો હોય છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અમદાવાદ શહેરમાં રોગચાળાના સાજા થયેલા દર્દીઓમાં હવે ગુલિયન બાર સિન્ડ્રોમ (જીબીએસ)ના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે, અગાઉ કોરોનાનો કેર હતો ત્યારે પણ આવા કેસમાં અચાનક ઉછાળો આવ્યો હતો, આ નવો નહિ પણ જૂનો જ રોગ છે. અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 45 દિવસમાં જ 35 જેટલા ગુલિયન બારી સિન્ડ્રોમના દર્દી નોંધાયા છે, એટલું જ નહિ પરંતુ તે પૈકી બે દર્દીનાં મોત થયાં છે, તેમ સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે. બીજી તરફ કોરોનાથી સાજા થયેલા યુવાનોમાં આંતરડાના ગેંગરિનનું જોખમ વધ્યું છે.

સિવિલ હોસ્પિટલના તબીબી સૂત્રો કહે છે કે, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા જેવા રોગમાં સાજા થયેલા દર્દીઓ હવે ગુલિયન બાર સિન્ડ્રોમમાં સપડાઈ રહ્યા છે, જેના કારણે અસારવા સિવિલમાં જ 45 દિવસના અરસામાં 35 જેટલા દર્દી નોંધાયા છે અને બેનાં મોત થયા છે. ડોક્ટરોના મતે બેથી 6 સપ્તાહમાં આ રોગનું પ્રમાણ વધી જતું હોય છે. વાઈરલ ઈન્ફેક્શન થાય એના વીસેક દિવસ પછી આ રોગ થતો હોય છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં બે મહિનામાં GBSના 50 જેટલા કેસ નોંધાયા હતા, જેમાંથી 10 દર્દીઓનાં મોત થયા હતા. કેટલાક એવા પણ દર્દી હતા જેમણે કોરોનાને મ્હાત આપી એ પછી મ્યુકર માઈકોસિસ થયો અને ત્યાર બાદ GBSનો રોગ થયો હતો. કોરોના પછી નવા કે જૂના રોગે ફરી દેખા દીધી છે. તેના કારણે દર્દીઓમાં ચિંતા ફરી વળી છે પરંતુ ડોક્ટરો પણ સ્તબ્ધ છે.

 

આ પણ વાંચો : Surat: સ્કૂલમાં 50 થી 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેતા વાલીઓમાં રોષ, જાણો સંપૂર્ણ વિગત

 

Published On - 11:59 am, Mon, 18 October 21

Next Article