Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં કોરોનાની રિએન્ટ્રી, નેશનલ લો યુનિવર્સિટીના 15 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાની રિએન્ટ્રી થઈ છે. જેમાં  યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ હોસ્ટેલમાં રહેતા 40થી વધુ વિદ્યાર્થીને તાવની ફરિયાદ છે. જો કે ગુજરાતમાં 7 એપ્રિલના રોજ કોરોનાના નવા 8 કેસ નોંધાયા હતા. તેમજ એક્ટિવ કેસની સંખ્યા 73 પર પહોંચી હતી.

Gujarat માં કોરોનાની રિએન્ટ્રી, નેશનલ લો યુનિવર્સિટીના 15 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ
Gujarat Corona Reentry (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 5:12 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.  ત્યારે કોરોનાના ઘટતા કેસ વચ્ચે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાની રિએન્ટ્રી થઈ છે. જેમાં  યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ હોસ્ટેલમાં રહેતા 40થી વધુ વિદ્યાર્થીને તાવની ફરિયાદ છે. જો કે જ્યારે 07 એપ્રિલના રોજ કોરોનાના નવા 08 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 09 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,956 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 73  છે. જેમાં 2 પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ 71 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 03, વડોદરામાં 01, કચ્છમાં 01, ખેડામાં 02, ગાંધીનગરમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને મહત્વની જાહેરાત કરાઇ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક નહિ 

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2  માર્ચ-2022  થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા.  31  માર્ચ  2022  સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો  હતો.

આ પણ વાંચો :  સુરત પોલીસે ગુજરાતનું સૌથી પહેલું ભવિષ્ય કેન્દ્ર શરૂ કર્યુ, પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શન અપાશે

આ પણ વાંચો :  Surat: ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ઉદ્યોગ એક્સ્પોમાં 175થી વધુ એક્ઝિબિટર્સ, સ્ટાર્ટ અપ પેવેલિયનમાં સૌથી વધુ સુરતના

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">