Solar City: દેશમાં સ્માર્ટ સીટી બાદ હવે સોલાર પ્લાન્ટ મિશનમાં પણ સુરત અગ્રેસર

હવે ટેક્સ્ટાઇલ સીટી, ડાયમંડ સીટી તરીકે જાણીતું સુરત સીટી સોલાર સીટી(Solar City ) તરીકે પણ આગામી દિવસોમાં ઓળખાય તો નવાઈ નહિ અને આવનારા દિવસોમાં સોલાર પ્લાન્ટ લગાવનારા ઘરોની સંખ્યામાં વધારો થાય તે નક્કી છે. 

Solar City: દેશમાં સ્માર્ટ સીટી બાદ હવે સોલાર પ્લાન્ટ મિશનમાં પણ સુરત અગ્રેસર
Surat to become solar city (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 2:05 PM

કેન્દ્ર સરકાર (Central Government ) દ્વારા સોલાર (Solar ) પાવરના ઉત્પાદન અને ઉપયોગને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે “ નેશનલ સોલાર મીશન ” હેઠળ વર્ષ 2021-22 સુધીમાં દેશમાં કુલ 1 લાખ મેગાવોટ ક્ષમતાના (Capacity) સોલાર પાવર પ્લાન્ટસ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સોલાર સીટી પ્રોગ્રામ હેઠળ ફેબ્રુઆરી -2022 સુધીમાં શહેરમાં કુલ 42,000 કરતા પણ વધુ ઘરો પર 205 મેગાવોટ ક્ષમતાના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ્સ લગાવવામાં આવ્યા છે.  વધુને વધુ સોલાર ઉર્જાના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાતી કેપિટલ સબસીડી યોજનાનો લાભ લેવા મનપા દ્વારા શહેરીજનોને અપીલ કરાઈ છે.

નોંધનીય છે કે રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ભારત સરકાર દ્વારા 1 કિલોવોટથી 3 કિલોવોટ સુધીની ક્ષમતા માટે 40 ટકા જેટલી રકમની કેપિટલ સબસીડી આપવામાં આવે છે. જ્યારે 4 કિલોવોટથી 10 કિલોવોટ સુધીની ક્ષમતા માટે 20% , ફલેટ અને એપાર્ટમેન્ટમાં કોમન વપરાશ માટે 1 કિલોવોટ – 500 કિલોવોટ. સુધીની ક્ષમતાના પ્લાન્ટ માટે 20 % જેટલી રકમની કેપિટલ સબસીડી આપવામાં આવે છે.

જેથી વધુમાં વધુ શહેરીજનોને આ યોજનાનો લાભ લેવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વધુને વધુ રિન્યુએબલ એનર્જીના ઉપયોગ માટે વર્ષ 2012-13 અને વર્ષ 2016-17 માં બેઝલાઈન સ્ટડી કરવામાં આવ્યો હતો. જે મુજબ શહેરમાં કુલ 418 મેગાવોટ જેટલી ક્ષમતાના રૂપટોપ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપિત કરી શકાય તેમ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આમ, શહેરમાં સ્થાપિત સોલારપ્લાન્ટની ક્ષમતાની સામે લગભગ 49% લક્ષ્યાંકને હાંસલ કરી લેવાયો છે. 205 મેગાવોટ ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટ્સ થકી વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન સોલાર એનર્જી થકી શહેરમાં થઇ રહ્યું છે. સુરત શહેરનું રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપિત કરવામાં દેશમાં 3.16 % તેમજ રાજ્યમાં 11.78 % જેટલું મહત્વનું યોગદાન છે એટલે કે , નેશનલ સોલાર મીશનમાં સુરત શહેરે મહત્વનું યોગદાન આપ્યું છે.

આમ,હવે ટેક્સ્ટાઈલ સીટી, ડાયમંડ સીટી તરીકે જાણીતું સુરત સીટી સોલાર સીટી તરીકે પણ આગામી દિવસોમાં ઓળખાય તો નવાઈ નહીં. કારણ કે લોકોની જાગૃતિ જોતા હજી પણ સોલાર પેનલ માટે લોકો ઈન્કવાયરી કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં સોલાર પ્લાન્ટ લગાવનારા ઘરોની સંખ્યામાં વધારો થાય તે નક્કી છે.

આ પણ વાંચો : Surat: સગીરાના ખોટી રીતે ફોટા લઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના, આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : 16 દિવસમાં ઇંધણ 10 રૂપિયા મોંઘુ થયા બાદ આજે કિંમતોની શું છે સ્થિતિ? જાણો અહેવાલ દ્વારા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">