નવો વિવાદ : સુરત ડાયમંડ બુર્સમાં લલચામણી ઓફરે મુંબઈ ડાયમંડ બુર્સના અગ્રણીઓને કેમ કર્યા નારાજ ?

સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટનો સરક્યુલર મોટી નાદાની જેવું છે. મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સ કયા લેવલ પર કામ કરે છે તેની જરાય માહિતી હોત તો આવો સરક્યુલર કાઢવાની કોઇએ કલ્પના કરી ના હોત

નવો વિવાદ : સુરત ડાયમંડ બુર્સમાં લલચામણી ઓફરે મુંબઈ ડાયમંડ બુર્સના અગ્રણીઓને કેમ કર્યા નારાજ ?
Why did the temptation offer in Surat Diamond Bourse offend the leaders of Mumbai Diamond Bourse?(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 1:56 PM

સુરતના એરપોર્ટ નજીક આકાર પામી રહેલા સુરત હિરા બુર્સનો(Surat Diamond Bourse ) હજુ તો આરંભ થયો નથી એ પહેલા જ કારભારીઓની અણઆવડતને કારણે સુરત ડાયમંડ બુર્સ મોટા વિવાદમાં સપડાય રહી છે. સુરત હિરા બુર્સને ધમધમતું કરવા માટે સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા એક સરક્યુલર(Circular )  ઇશ્યુ કરવામાં આવ્યો હતો અને તેમાં મુંબઇના ભારત ડાયમંડ બુર્સમાંથી ધંધો બંધ કરીને સુરત શિફ્ટ થનારા હીરા ઉધોગકારોને કેટલીક લલચામણી ઓફર(Offer ) આપવામાં આવી હતી.

મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સુરત ડાયમંડ બુર્સના સંચાલકોની એવી પ્રતિષ્ઠા ખરડાઇ છે કે વેપારીઓ એવું કહી રહ્યા છે કે હજુ તો સુરત ડાયમંડ બુર્સ શરૂ થયું નથી ને આવી હરકતો કરે છે જો આ ડાયમંડ બુર્સ સેટ થઇ જશે પછી તો સુરત ડાયમંડ બુર્સવાળા ઝાલ્યા નહીં ઝલાય. મુંબઇમાં હીરાનો અબજો રૂપિયાનો ધંધો કરતા ઉદ્યોગપતિઓને સુરત હીરા બુર્સમાં ખેંચી લાવવાના ઇરાદે સુરત હીરા બુર્સના કેટલાક કારભારીઓનો આ મોટો દાવ છે, જેણે વિવાદ ઉભો કર્યો છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

મુંબઇ સ્થિત ભારત હીરા બુર્સના અગ્રણીનું કહેવું છે કે સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટનો સરક્યુલર મોટી નાદાની જેવું છે. મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સ કયા લેવલ પર કામ કરે છે તેની જરાય માહિતી હોત તો આવો સરક્યુલર કાઢવાની કોઇએ કલ્પના કરી ના હોત પરંતુ , એ વાત હકીકત છે કે સુરત ડાયમંડ બુર્સનું કામકાજ સંકેલીને સુરત ડાયમંડ બુર્સમાં કોઇ જાય એ વાતમાં કોઈ દમ નથી.

હા , એવું જરૂર બને કે મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ સુરત ડાયમંડ બુર્સમાં બ્રાન્ચ કે બીજા નામથી ધંધો શરૂ કરે.  કેટલાક લોકો જેને મુબઈમાં ફાવટ નથી અથવા નિષ્ફળ નિવડ્યા હોય તેઓ સુરત જાય એ સ્વાભાવિક છે. જોકે આ વિવાદને પગલે સુરત ડાયમંડ બુર્સના કારભારીઓ ખુલાસા કરતા થઇ ગયા છે.

મુંબઇના હીરા બુર્સમાં કામકાજ કરતા એક વેપારીએ  જણાવ્યું કે મુંબઇના ભારત હીરા બુર્સ સાથે સરખામણી કરીને સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટ એટલી મોટી ભૂલ કરી દીધી છે કે હવે પોતાની ઇમેજ ક્લીયર કરવા માટે કેટલાક ઉદ્યોગપતિઓ ખુલાસા કરતા થઇ ગયા છે. ભારત હીરા બુર્સ કેટલા વર્ષથી , કયા લેવલ પર કામ કરે છે , ભારત હીરા બુર્સમાં એક ટેબલ જેટલી જગ્યા લેવામાં સુરત હીરા બુર્સની કેટલી જગ્યા મળી જાય એનો જો ખ્યાલ હોત તો સુરતના હીરા બુર્સવાળાઓએ ખોટો દાવરમવાની હિંમત ના કરી હોત .

સુરત ડાયમંડ બુર્સવાળાની હરકત અશોભનીય છે. ભારત ડાયમન્ડ બુર્સ ( બીડીબી ) ના અગ્રણીએ જણાવ્યું હતું  કે ‘ આ જરાય વાજબી નથી. વ્યાપારી માણસ આવું કરે નહીં. આવું તો ઝઘડાળુ વ્યક્તિ જ કરી શકે. તેમનું વર્તન વેપારીને શોભે એવું નથી. અહીંના વેપારીઓને રોકવા માટે બીડીબી તરફથી કોઈ ઑફર કરવાના છીએ કે કોઈ સવલત આપવાના છીએ ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘ આપણે કોઈને રોકવાના નથી . જેમને અહીં ફાવે તેઓ અહીં કામ કરે અને જેમને ત્યાં ફાવે તેઓ ત્યાં કામ કરે.

તેઓએ ઉમેર્યું હતું કેઅત્યાર સુધી અમે તો સુરત ડાયમંડ બુર્સને અમે અમારો ભાઈ જ માનતા હતા કે અહીં પણ કામ થશે અને ત્યાં પણ કામ થશે. પણ હવે એ લોકો વિવાદ ઉભો કરી રહ્યા છે. આ સંદર્ભે સુરત ડાયમંડ બુર્સ કમિટીના મેમ્બર દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે ઝડપથી હીરા બુર્સ કાર્યરત થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છે. વાતો તો લોકો એમની રીતે કરતા હોય છે, અને અમે હીરા ખરીદવા બાબતે કોઈ સ્કીમ નથી બનાવી. પણ જે વેપારી હીરા વેચવાની કામગીરી સંપૂર્ણ હીરાબુર્સથી કરશે તેમને આ સ્કીમનો લાભ મળશે.

આ પણ વાંચો :

સુરતનું ગૌરવ: સિવિલ હોસ્પિટલની સરકારી નર્સીંગ કોલેજના 6 વિદ્યાર્થીઓની AIIMSમાં પસંદગી

Corona Effect: સુરતમાં કાપડ ઉત્પાદન પર કોરોના લહેરની અસર, ગ્રેનો ઉપાડ 30 ટકા ઘટી ગયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">