વિધાનસભા ખાતે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ, કોંગ્રેસ બેઠકમાં ભાગ લેવાને બદલે માત્ર રાજનીતિ કરે છે : જીતુ વાઘાણી

મંત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે બજેટ સત્રમાં ગુજરાત ઓર્ગેનિક કૃષિ  યુનિવર્સિટી (સુધારા) વિધેયક અને ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) (સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે. મંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ અત્યારથી જ 2022ની વિધાનસભાની ચૂંટણી હારી ગઈ છે તેવું  સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વિધાનસભા ખાતે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ, કોંગ્રેસ બેઠકમાં ભાગ લેવાને બદલે માત્ર રાજનીતિ કરે છે : જીતુ વાઘાણી
Congress only does politics instead of attending meetings: Jitu Waghani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 8:24 PM

વિધાનસભા ગૃહમાં વિવિધ માગણીઓ પર ચર્ચા માટે સમય વધારી આપવાની વિપક્ષની માગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વીકારી : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી

Ø લોકોના પ્રશ્નોને વાચા  આપવાને બદલે કોંગ્રેસ વિધાનસભામાં પણ રાજનીતિ કરવા ઇચ્છે છે તે ગેરવાજબી

Ø કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં કોંગ્રેસની આંતરિક જૂથવાદ જોવા મળ્યો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Ø કોંગ્રેસ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અત્યારથી જ હારી ગઈ છે તેવું દેખાઇ આવે છે

Ø બેઠકનો સમય વધારવાની માંગ ગેરવાજબી : સરકારે પૂરતો સમય ફાળવ્યો

ગાંધીનગર : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ( Minister Jitu Waghani)જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly)ખાતે આજે વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કામકાજ સલાહકાર સમિતિના સભ્યોની  ઉપસ્થિતિમાં (Advisory Committee Meeting)બેઠક યોજાઇ હતી.

મંત્રીએ કહ્યું હતું કે,  વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર દરમિયાન વિવિધ પૂરક માંગણીઓ પર ચર્ચા માટે સમય વધારી આપવાની વિપક્ષની માગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વીકારી છે. આમ છતાં પણ ગૃહમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોંગ્રેસ માત્ર રાજનીતિ જ કરવા ઈચ્છે છે તે બિલકુલ ગેરવાજબી બાબત છે. આ પરથી આજની કામકાજ સલાહકાર સમિતીમાં કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ દેખાઈ આવે છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

મંત્રીએ કહ્યું હતું કે, સભ્યોને રજાના દિવસોમાં પ્રજાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પોતાના મત વિસ્તારમાં જવાનું હોવાથી  રજાના દિવસે ગૃહ ચાલુ રાખવા કોંગ્રેસની માંગ કરીને માત્ર રાજનીતિ કરે છે. કોંગ્રેસમાંથી કોઈને વિપક્ષના નેતા દંડક, નાયબ દંડક બનવાની મહે્ચ્છા છતી થઇ એજ બતાવે છે કે તેઓમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે.

પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહના જીવંત પ્રસારણ કરવા  અંગે આખી બાબત સબ જ્યુડિશિયલ હોય વિપક્ષની આ માંગ અંગે કોઇ ચર્ચા થઇ શકે નહીં. કોંગ્રેસ બેઠકમાં ભાગ લેવાને બદલે બહાર રહીને માત્ર રાજનીતિ કરી રહી છે.

મંત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે બજેટ સત્રમાં ગુજરાત ઓર્ગેનિક કૃષિ  યુનિવર્સિટી (સુધારા) વિધેયક અને ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) (સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે. મંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ અત્યારથી જ 2022ની વિધાનસભાની ચૂંટણી હારી ગઈ છે તેવું  સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના નવા 117 કેસ નોંધાયા, 2ના મોત 

આ પણ વાંચો : Junagadh: શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં 8 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા, કાલે શાહીસ્નાન સાથે મેળો પૂર્ણ થશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">