સુરતમાં ગાંધીના હત્યારા ગોડ્સેના 109મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદોના વંટોળ

સુરતમાં ગાંધીના હત્યારા ગોડ્સેના 109મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદોના વંટોળ

સુરતના લીંબાયત વિસ્તારમાં ગુજરાત અખિલ ભારતીય હિન્દૂ મહાસભાના યુવાઓ દ્વારા નાથુરામ ગોડસેના 109મા જન્મદિવસની ઉજવણી કરાતા વિવાદ સર્જાયો છે. ભારે વિવાદ બાદ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે હિન્દૂ મહાસભાના 8 સભ્યોની અટકાયત કરી છે. નાથુરામ ગોડસેના જન્મદિવસને લઇ લીંબાયત સ્થિત હનુમાનજીના મંદિરમાં 109 દિવા પ્રગટાવી અને 109 કિલોનો લાડુનો પ્રસાદ પણ ધરવામાં આવતા વિવાદ વકર્યો […]

TV9 Webdesk12

|

May 20, 2019 | 11:17 AM

સુરતના લીંબાયત વિસ્તારમાં ગુજરાત અખિલ ભારતીય હિન્દૂ મહાસભાના યુવાઓ દ્વારા નાથુરામ ગોડસેના 109મા જન્મદિવસની ઉજવણી કરાતા વિવાદ સર્જાયો છે. ભારે વિવાદ બાદ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે હિન્દૂ મહાસભાના 8 સભ્યોની અટકાયત કરી છે. નાથુરામ ગોડસેના જન્મદિવસને લઇ લીંબાયત સ્થિત હનુમાનજીના મંદિરમાં 109 દિવા પ્રગટાવી અને 109 કિલોનો લાડુનો પ્રસાદ પણ ધરવામાં આવતા વિવાદ વકર્યો છે. જેને લઇને હિન્દૂ મહાસભાના યુવા નેતા હિરેન મુશરાએ જણાવ્યું કે, ગોડસેએ ગાંધીની હત્યા કરી તે એક અલગ વાત છે પરંતુ, ગાંધીની જે નીતિ અને વિચારધારા હતી, તેના કારણે હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો. ગાંધીની અહિંસાવાળી નીતિનો નથુરામ ગોડસેને વિરોધ હતો.

આ પણ વાંચોઃ દિગ્ગજ નેતા ઉમર અબ્દુલ્લા હવે 3 દિવસ સુધી TV અને સોશીયલ મીડિયા પર નહીં દેખાય, જાણો કેમ?

મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડ્સેના જન્મદિવસની સુરતમાં ઉજવણીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. જેમને મહાત્મા ગાંધીજીની હત્યા કરી તેમના જન્મદિવસની ઉજવણી ગાંધીની ભૂમી ગુજરાતમાં જ કેમ કરાઈ. અખિલ ભારતીય હિન્દુ મહાસભા યુવાઓને ઉજવણી કરતા કોઈએ અટકાવ્યા કેમ નહીં. સુરતમાં ગોડ્સેના 109મા જન્મ દિવસની ઉજવણી કરવા પાછળ શું કરાણો જવાબદાર છે. ભાજપ-કોંગ્રેસ કેમ ચૂપ છે. આવા અનેક સવાલો ઉજવણીને લઈને ઉઠી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati