AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RMCમાં આવતી લોકોની ફરિયાદોનું નિરાકરણ સમયસર કરવું પડશે, નવી હેલ્પલાઇન કરાઇ શરૂ

આ સેવા થકી અરજદાર મનપાના ટોલ ફ્રી નંબર 1800 123 1973 પર ફોન કરી શકશે.અરજદારની ફરિયાદના(Complaint) આધારે તેનું નિયત સમયમાં નિવારણ થાય તે જોવાની જવાબદારી જે તે વિભાગના અધિકારીની રહેશે.

RMCમાં આવતી લોકોની ફરિયાદોનું નિરાકરણ સમયસર કરવું પડશે, નવી હેલ્પલાઇન કરાઇ શરૂ
Complaints of people coming to RMC have to be resolved in time, a new helpline has been started
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 23, 2021 | 6:31 PM
Share

રાજકોટ (RAJKOT)મહાનગરપાલિકામાં હવે તમે ફરિયાદ કરશો તો કર્મચારીઓએ નિયત સમયમાં આ ફરિયાદનું નિરાકરણ લાવવું પડશે અને જો ફરિયાદનું નિરાકરણ નહિ આવે તો ઓટોમેટીક ઉપરી અધિકારી સુધી આ ફરિયાદ પહોંચી જશે.જીહા, રાજકોટ મહાનગરપાલિકા(Corporation) દ્રારા આજે પીન આધારીત ફરિયાદ નિવારણ સેવાનો પ્રારંભ કર્યો છે.

આ સેવા થકી અરજદાર મનપાના ટોલ ફ્રી નંબર 1800 123 1973 પર ફોન કરી શકશે.અરજદારની ફરિયાદના(Complaint) આધારે તેનું નિયત સમયમાં નિવારણ થાય તે જોવાની જવાબદારી જે તે વિભાગના અધિકારીની રહેશે.જો અધિકારી દ્રારા નિયત સમયમાં આ ફરિયાદનું નિવારણ કરવામાં નહિ આવે તો મ્યુનિસિપલ કમિશનર સુધી આ ફરિયાદ ઓટોમેટિક પહોંચી જશે.

કઇ ફરિયાદ માટે કેટલો સમય

ખાધ પદાર્થોની ફરિયાદ- 24 કલાકમાં કચરા સફાઇની ફરિયાદ-24 કલાકમાં ભુગર્ભ ગટર,ગંદા પાણીની ફરિયાદ-36 થી 48 કલાકમાં ઓછા ફોર્સથી પાણી 24 કલાકમાં પાણી નહિ મળવાની ફરિયાદ 48 કલાકમાં ગંદાપાણીના નિકાલની ફરિયાદ એક સપ્તાહમાં ઉકેલવામાં આવશે.

ફરિયાદીને એક પીન મળશે જે એડ કરશે તો જ ફરિયાદનો નિકાલ ગણાશે

આધુનિક પધ્ધતિથી સજ્જ આ સુવિધામાં ફરિયાદનું (Complaint) નિવારણ થયા બાદ ફરિયાદીને એક પીન આપવામાં આવશે.ફરિયાદી સબંધિત અધિકારીને પોતાની ફરિયાદનું નિરાકરણ થયું છે તે અંગેનો પીન આપશે અને અધિકારી સિસ્ટમમાં આ પીન એડ કર્યા બાદ જ તેની ફરિયાદનો નિકાલ ગણાશે એટલે કે ફરિયાદી પોતે તેની ફરિયાદના નિકાલની ખરાઇ કર્યા બાદ જ માન્ય ગણાશે.

લોકોની સુખાકારીમાં વધારો થશે-મેયર

આ અંગે મેયર પ્રદિપ ડવે કહ્યું હતુ કે લોકોની સુખાકારીમાં વધારો થાય અને તેના પ્રશ્નોનું જલદી નિરાકરણ થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ સિસ્ટમમાં જે તે વિભાગની કામગીરી પણ જોઇ શકાશે અને જ્યાં સુઘારો કરવાની જરૂર છે તે પણ કરી શકાશે.ફરિયાદી પોતાના કામ થયા બાદ રેટીંગ પણ આપી શકશે જેના આધારે પણ મૂલ્યાંકન કરી શકાશે.

હાલ તો આ સેવાને લઇને લોકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : રાજકોટ-મોરબી જિલ્લાના ખેડૂતો માટે 0 ટકાના વ્યાજે 1 લાખની લોન જાહેર કરતી જિલ્લા બેંક, જયેશ રાદડિયાની મહત્વની જાહેરાત

આ પણ વાંચો : Corona Vaccine: અમેરિકામાં 12-17 વર્ષના 56 ટકા બાળકોને લાગ્યો વેક્સિનનો પહેલો ડોઝ, ભારતમાં આવતા મહિને રસીકરણ શરૂ થાય તેવી શક્યતા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">