પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા શરૂ કરાશે કરૂણા અભિયાનઃ જાણો કઈ રીતે મળશે પક્ષી સારવાર કેન્દ્રની જાણકારી

રાજ્યમાં 700થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો શરૂ કરી 620થી વધુ તબીબોને જવાબદારી સોંપાઈ. રાજ્યભરમાં 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી-2022 સુધી આ અભિયાન ચાલશે. પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટ્સએપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે.

પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા શરૂ કરાશે કરૂણા અભિયાનઃ જાણો કઈ રીતે મળશે પક્ષી સારવાર કેન્દ્રની જાણકારી
ફાઇલ તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 3:23 PM

આગામી ઉત્તરાયણ પર્વ (Uttarayan festival) દરમ્યાન પતંગ (kite) ની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી-2022 દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન (Karuna Abhiyan) જીવો, જીવવા દો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની પ્રેરણા અને દિશાદર્શનમાં યોજાશે.

આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. ઘાયલ થતાં પક્ષી (bird) ઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે.

તદ્દઅનુસાર, વોટ્સએપ નંબર 8320002000 ઉપર ‘Karuna´મેસેજ ટાઇપ કરવાથી અથવા વેબસાઇટ https://bit.ly.karunaabhiyan ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું જ નહિ, પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર ૧૯૬૨ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આગામી ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 700થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 620થી વધારે તબીબો તેમજ 6000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. પાછલા પાંચ વર્ષોમાં અંદાજે 50 હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર-સુશ્રુષા કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપિલ કરી છે.

આ પણ વાંચોઃ રાજકોટ : એક બાદ એક ભાજપના નેતા કોરોના સંક્રમિત થયા, નેતાઓને હોમ આઇસોલેટ કરાયા

આ પણ વાંચોઃ GODHARA: પંચમહાલમાં ફરી વાઘ આવ્યો હોવાના ફોટા ફરતા થયાઃ જાણો શું કહે છે વનતંત્ર

g clip-path="url(#clip0_868_265)">