GODHARA: પંચમહાલમાં ફરી વાઘ આવ્યો હોવાના ફોટા ફરતા થયાઃ જાણો શું કહે છે વનતંત્ર

ઘોઘંબાના ગોયા સુન્ડલ આસપાસના વિસ્તારોમાં વાઘ આયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જંગલ વિસ્તારમાં વાઘ અને દીપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના ફોટા અને મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેના પગલે વન તંત્રએ તપાસ શરૂ કરી છે.

GODHARA: પંચમહાલમાં ફરી વાઘ આવ્યો હોવાના ફોટા ફરતા થયાઃ જાણો શું કહે છે વનતંત્ર
ફાઈલ તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 1:19 PM

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ઘોઘંબા (Ghoghamba) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાઘ (Tiger) અને દીપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયા (Social media) માં વાયરલ (Viral) થયેલા ફોટો અંગે વન વિભાગ (Forest Department) દ્વારા તપાસ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે સ્થિતિ વાઘ આવ્યો વાઘ આવ્યો જેવી થવા પામી છે.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા ગોયાસુંડલ ગામ અને તેની આસપાસ આવેલા જંગલ વિસ્તારમાં વાઘ અને દીપડો આવી માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના ફોટા અને મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા સ્થાનિક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો, ગત વર્ષે આજ સમય દરમિયાન આજ ગામમાં દિપડાના હુમલા થવાને લઈને 3ના મોત થયા હતા જયારે 2 ને ઈજાઓ પણ થવા પામી હતી, જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ ને લઈને આ ગામ સહીત આસપાસના મોટાભાગના ગામોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થાયેલા મેસેજને લઈને વન વિભાગ દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને આ ગામના આસપાસમાં આવેલા ગીચ જંગલ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું તેમજ વાયરલ થયેલા ફોટો પ્રમાણે તપાસ પણ કરવામાં આવી. જે તપાસ બાદ આ પ્રકારની કોઈપણ ઘટના આ વિસ્તારમાં ન હોવાનું સામે આવ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વન વિભાગ દ્વારા સ્થાનિક આગેવાનોને સાથે રાખીને સ્થાનિક ગ્રામજનોને વાયરલ થયેલ ફોટાઓ તેમજ સંદેશાઓ ખોટા હોવાનું જણાવી ભયમુક્ત રહેવા માટે તેમજ સાવચેતી માટે ગીચ જંગલ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પણ સોશિયલ મીડિયામાં ફેક મેસેજ -ફોટોસ વાયરલ થતા હોય વન વિભાગ દ્વારા આ ખોટા મેસેજ ફેલાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હાલ તો વન વિભાગ અને સ્થાનિકોની સ્થિતિ વાઘ આવ્યો વાઘ આવ્યો જેવી થવા પામી છે. પંચમહાલ વન વિભાગના રાજગઢ રેન્જના વન અધિકારી સહિતના વનકર્મીઓ દ્વારા ગીચ જંગલ વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આવી કોઈ જ ઘટના ન બની હોવાનું સામે આવ્યા બાદ સ્થાનિકોને આ સમગ્ર મામલો ખોટો હોવાનું જણાવી ભયમુક્ત રહેવા અને જરૂરી સાવચેતી રાખવા માટે પણ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ VADODARA: પાથરણવાળાથી વેપારીઓ તોબા પોકારી ગયા, સમસ્યાના ઉકેલ માટે કર્યું એવું કે તંત્ર દોડતું થયું

આ પણ વાંચોઃ ગુજરાતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું, અમદાવાદમાં 8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડીનો અનુભવ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">