AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ઠંડીનુ મોજૂ યથાવત, નલિયા 3.6 ડીગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

હિમાલયના પર્વતીય વિસ્તાર અને કાશ્મીરમાં પડી રહેલ હિમ વર્ષાને કારણે, ગુજરાત સહીત ઉતર ભારત સહીતના વિસ્તારોમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે

ગુજરાતમાં ઠંડીનુ મોજૂ યથાવત, નલિયા 3.6 ડીગ્રી સાથે સૌથી ઠંડુ શહેર
Cold wave still prevails in Gujarat (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 2:19 PM
Share

ગુજરાતમાં (Gujarat ) છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી કડકડતી ઠંડી (Cold) યથાવત રહેવા પામી છે. આજે 14મી જાન્યુઆરીના રોજ સૌથી વધુ ઠંડી નલિયામાં (Naliya) નોંધાઈ છે. નલિયામાં વિતેલી રાત્રે ઠંડીનો પારો 3.6 ડીગ્રીએ સ્થિર થવા પામ્યો છે.

હવામાન વિભાગે (Meteorological Department) કરેલી આગાહી મુજબ ગુજરાતમાં ઠંડીનુ મોજૂ ફરી વળ્યુ છે. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો 10 ડીગ્રીની નીચે સરકી ગયો છે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં (Gandhinagar Gift City) ઠંડીનો પારો 5.7 ડીગ્રીએ અટક્યો છે. તો અમદાવાદ શહેરમાં (Ahmedabad city) ઠંડીનું પ્રમાણ 9.5 ડીગ્રી નોંધાયુ છે. ઉતર ગુજરાતના ડિસા (Deesa) અને પાટણમાં (Patan) ઠંડીનું પ્રમાણ 7.7 ડીગ્રી નોંધાયુ છે.

સૌરાષ્ટ્રમાં વધુ ઠંડી સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતા પવનને કારણે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. રાજકોટમાં ઠંડીનો પારો 9 ડીગ્રીએ પહોચી ગયો હતો. તો ભૂજમાં 9.8 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. પોરબંદરમાં 10.1 ડીગ્રી, સાસણગીર અને વેરાવળમાં 14 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. દ્વારકામા 13.3 ડીગ્રી ઠંડી નોંધાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રની સરખામણીએ દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઓછુ રહ્યુ છે. સુરતમાં ઠંડીનો પારો 14.2 ડીગ્રીએ અટક્યો હતો. સિલવાસામાં 14.2 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી.

અનેક શહેરમાં સામાન્ય તાપમાન કરતા વધુ ઠંડી નલિયામાં આજે શુક્રવારે નોંધાયેલ ઠંડી સામાન્ય તાપમાન કરતા 6 ડીગ્રી ઓછુ તાપમાન છે. અમદાવાદ, વડોદરા, દ્વારકા, કંડલા અને રાજકોટમાં સામાન્ય તાપમાન કરતા 3 ડીગ્રી ઓછુ તાપમાન નોંધાયુ છે.

હિમાલયના પર્વતીય વિસ્તાર અને કાશ્મીરમાં પડી રહેલ હિમ વર્ષાને કારણે, ગુજરાત સહીત ઉતર ભારત સહીતના વિસ્તારોમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. જેના કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર વર્તાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે (Meteorological Department), ગુજરાતના કેટલાક વિસ્તાર સહીત ઉતર ભારતમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરી છે.

14 January 2022 Cold mercury

ગુજરાતના વિવિધ શહેરમાં ઠંડીનુ પ્રમાણ

આ પણ વાંચોઃ

મકરસંક્રાંતિ પર કોરોનાનુ ગ્રહણ : ગંગા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ, કોરોનાના જોખમને પગલે આ રાજ્યમાં કડક નિયંત્રણો લાગુ

આ પણ વાંચોઃ

UP Assembly Election: ભાજપે CECની બેઠકમાં 94 ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા, એક ડઝન ધારાસભ્યોની ટિકિટ કાપી

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">