AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad ના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે બનશે સીએનજી ભઠ્ઠી

અમદાવાદ મહાનગર પાલિકાની મળેલી રીક્રિએશન કમિટીની બેઠકમાં ઝૂમાં અવસાન પામતા પ્રાણીઓ માટે સીએનજી આધારિત અંતિમ સંસ્કાર સ્થાન બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

Ahmedabad ના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે બનશે સીએનજી ભઠ્ઠી
CNG furnace will be set up at Kankaria Zoo in Ahmedabad for the burial of animals (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 5:12 PM
Share

અમદાવાદ (Ahmedabad)  શહેરમાં લોકોના આકર્ષણ અને વન્ય જીવોને નિહાળવા માટેનું કાંકરિયા ખાતે આવેલા કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયના નવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત આ ઝૂમાં પ્રાણીઓને પક્ષીઓ સારી રીતે દેખભાળ રાખવામાં આવે છે. તેમજ આ ઝૂ જોવા આવતા પ્રવાસી માટે પણ સારી સુવિધા ઉભી કરવામાં આવી છે .

તેવા સમયે અમદાવાદ મહાનગર પાલિકાની (AMC) મળેલી રીક્રિએશન કમિટીની બેઠકમાં ઝૂમાં અવસાન પામતા પ્રાણીઓ માટે સીએનજી આધારિત અંતિમ સંસ્કાર સ્થાન બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેના લીધે અત્યાર સુધી મૃત્યુ પામ્યા બાદ અવસાન પામેલા પ્રાણીઓને પશુઓને દાટવા કે સળગાવવામાં આવતા હતા તેમને હવે આ સીએનજી ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જેમાં પર્યાવરણ અને લાકડાની બચત કરવાના હેતુથી કોર્પોરેશને રૂપિયા 40 લાખના ખર્ચે ભઠ્ઠી તૈયાર કરવા નિર્ણય કર્યો છે. સીએનજી ભઠ્ઠી બનાવવાનું શરૂ થઈ ગયું છે અને 4 મહિનામાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.

આ અંગે એક સમાચાર પત્રને જણાવતા રિક્રિએશન કમિટીના ચેરમેન રાજેશ દવેએ જણાવ્યું હતું કે હાલમાં માત્ર શિડ્યુલ-1 પક્ષી અને પ્રાણીના અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કાંકરિયા ઝૂમાં 1 કરોડના ખર્ચે એક બિલ્ડિંગ તૈયાર થશે જેમાં મૃતક પક્ષી અને પ્રાણીઓના પોસ્ટમોર્ટમ પણ કરી શકાશે. આ બિલ્ડિંગમાં 35 લાખ કેન્દ્ર સરકાર આપશે જ્યારે બાકીના 65 લાખ મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે.

ઉલ્લેખનીય છે કે, ૨૧ એકરમાં ફેલાયેલ કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલયનુ નિર્માણ ૧૯૫૧માં રૂબિન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રાણીસંગ્રહાલયને ૧૯૭૪માં એશિયામાં આવેલ તમામ પ્રાણીસંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યુ છે. તેમાં ૪૫૦ સસ્તન, ૨૦૦૦ પક્ષી, ૧૪૦ સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે.

તેમાં વાઘ, સિંહ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ વાંદરા અને મોર, હરણો, ચિંકારા, ઇમુનો પણ સમાવેશ થાય છે. રૂબિન ડેવિડને ૧૯૭૪માં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સ્નેક્સના પેકેટમાંથી બહાર નીકળવા તરફડતી રહી મેના, તેના સંઘર્ષનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો :  વિશ્વની અગ્રગણ્ય IT કંપની IBM અમદાવાદમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">