CM રુપાણીએ કહ્યું થર્ડ વેવ સામે તૈયારી સમાન સુવિધાઓ કરી, DyCMએ રેસીડેન્ટ ડોક્ટરોના મામલે કહ્યું કોઈ બાંધછોડ નહીં

રાજ્યમાં કોરોના (Corona)ની બીજી વેવ દરમ્યાન આરોગ્ય સેવાઓ પર સર્જાયેલા દબાણને લઈને સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આ માટે 5 હજાર કરોડથી વધુ રકમના ખર્ચ સાથે આયોજન કરવામાં આવ્યા છે.

CM રુપાણીએ કહ્યું થર્ડ વેવ સામે તૈયારી સમાન સુવિધાઓ કરી, DyCMએ રેસીડેન્ટ ડોક્ટરોના મામલે કહ્યું કોઈ બાંધછોડ નહીં
CM Vijay Rupani and DyCM Nitin Patel
Follow Us:
| Updated on: Aug 07, 2021 | 11:58 PM

હિંમતનગર (Himmatnagar ) ખાતે રાજ્ય કક્ષાના વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. CM વિજય રુપાણી અને DyCMની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. વિજય રુપાણી (CM Vijay Rupani)એ આજના કાર્યક્રમને કોરોના સામે થર્ડ વેવની તૈયારીઓ કરવા સમાન ગણાવી હતી. તેઓએ આરોગ્યલક્ષી સુવિધાઓને પણ પ્રજા ઉપયોગી માટે ખુલ્લી મુકી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાજ્યમાં કોરોના (Corona)ની બીજી વેવ દરમ્યાન આરોગ્ય સેવાઓ પર સર્જાયેલા દબાણને લઈને સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આ માટે 5 હજાર કરોડથી વધુ રકમના ખર્ચ સાથે આયોજન કરવામાં આવ્યા છે. રાજ્યમાં પીએમ કેર ફંડ (PM Care Fund)માંથી તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant)નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. 118 પીએએ ઓક્સિજન પ્લાન્ટ, 51 નવા RTPCR ટેસ્ટીંગ મશીન અને 200 નવા વેન્ટીલટર્સ મશીનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

વિકાસ દિવસને લઈને આરોગ્ય સુખાકારી દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન તેઓએ રાજ્યમાં એવા સરપંચોનું સન્માન કર્યુ હતુ કે જેઓએ પોતાના ગામને 100 ટકા વેક્સિનેશન કરાવ્યુ હોય. વિજય રુપાણીએ કહ્યું હતુ કે નવ નવરાત્રીની જેમ 9 દિવસના વિવિધ વિકાસલક્ષી દિવસના સેવાયજ્ઞ વડે અમે આરાધના કરી રહ્યા છીએ.

ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે કહ્યું હતુ કે રેસીડેન્ટ ડોક્ટરોના મામલામાં સરકાર બાંધછોડ કરવાની નથી. તેમની જે રીતની માંગ છે એ રીતે સરકાર તૈયાર થશે નહીં. ગુજરાતમાં ચાલી રહેલી ડૉક્ટરોની હડતાળને પગલે માનવતાવાદી અભિગમ સાથે ડોક્ટરો પોતાની માંગ પુરી કરે. નહીં કરે તો તેમને ભોગવવાનું આવે તેમ છે. તેઓ પ્રજાના પૈસાથી ઓછી ફી વડે ડોક્ટર બન્યા છે, તેમના માતા પિતાએ ખૂબ અપેક્ષાઓ સાથે તેમને ડોક્ટર બનાવ્યા છે. જે અપેક્ષાઓ મુજબ સેવા ભાવના દાખવવી જોઈએ.

તેઓએ આગળ પણ કહ્યુ હતુ કે પીજી થયેલા તબીબોએ તેમને સોંપાયેલ જવાબદારી મુજબ ફરજ નિભાવવા હાજર થવુ જોઈએ. આ માટે મેં વિનંતી કરી છે. તેઓએ કહ્યું હતુ કે તેમણે ઝડપથી સરકારી હોસ્પિટલો ખાતે હાજર થઈ જવુ જોઈએ. હાલમાં કોરોનાકાળમાં અનેક તબીબોએ રાત દિવસ જોયા વિના તબીબી સેવા નિભાવી છે. તેઓએ બોન્ડ મુજબ ફરજ નિભાવવી જરુરી છે.

જૈન દેરાસર અને ઉમિયાધામ પહોંચ્યા હતા રુપાણી

કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન રુપાણી શહેરના વિસ્તારમાં આવેલા મહાવીરનગર સ્થિત જૈન દેરાસર ખાતે પહોંચ્યા હતા. જ્યાં આચાર્ય ભગવંત શ્રી પ્રદિપચંદ્ર સુરી સાગર મહારાજની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા. સીએમ રુપાણીએ મહારાજ સાથે બંધ બારણે એકલા ચર્ચા કરી હતી. ત્યારબાદ શહેરમાં આવેલા ઉમિયાધામ મંદિરે દર્શન કર્યા હતા. જ્યાં પૂજા અર્ચના કરી હતી.

 આ પણ વાંચોઃ Neeraj Chopra Gold: નિરજ ચોપરાએ દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, હવે હરિયાણા સરકાર આપશે 6 કરોડ રૂપિયા અને કલાસ-1ની નોકરી

આ પણ વાંચોઃ Neeraj Chopra Gold: આ કારણોથી નિરજ ચોપરા માટે ગોલ્ડ મેડલ જીતવું હતું નક્કી, વાંચો રેકોર્ડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">