Vibrant Gujarat Global Summit 2022 : સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, વાઇબ્રન્ટ ગુજરાત માટે રોડ-શો શરૂ

|

Nov 25, 2021 | 12:35 PM

સીએમ ભુપેન્દ્ર પટેલે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડના એમ.ડી અને સીઈઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી  છે. જેમાં મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે બેઠકમાં થઇ ચર્ચા હતી.

Vibrant Gujarat Global Summit 2022 : સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, વાઇબ્રન્ટ ગુજરાત માટે રોડ-શો શરૂ
CM Bhupendra Patel

Follow us on

Vibrant Gujarat Global Summit 2022 :  ગુજરાતમાં(Gujarat)  ઉદ્યોગો ને આકર્ષવાના ઉદ્દેશ સાથે તત્કાળ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ને વાઇબ્રન્ટ ગુજરાત(Vibrant Gujarat)  નો પ્રારંભ કર્યો હતો. જે પરંપરા ગુજરાતમાં   યથાવત રાખવમાં આવી અને ગુરુવારે 10 માં વાઇબ્રન્ટ ગુજરાતનો સત્તાવાર કર્ટન રેસર દિલ્હી ખાતે જાહેર કરાશે જેની માટે સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે સરકારના ઉચ્ચ અધિકારીઓ દિલ્હી પહોંચી ચુક્યા છે.

દિલ્હી માં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક શરૂ કરી છે. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડના એમ.ડી અને સીઈઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી  છે. જેમાં મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે બેઠકમાં થઇ ચર્ચા હતી. જેમાં ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણ અંગે બેઠક માં ચર્ચા થઇ હતી.

મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો છે. તેની સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ ગુરૂવારે સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૨૨ વિષયક પ્રસ્તુતિ કરશે આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણ ના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે.

મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આપેલા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને અનુસંધાને આ વર્ષની વાઇબ્રન્ટ સમિટની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી  10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપશે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાત સરકાર દ્વારા દેશના વિવિધ શહેરોમાં શ્રેણીબદ્ધ રોડશો યોજાવાના છે.

આ પણ  વાંચો : ગુજરાતના સાબરકાંઠામાં પોલીસ કર્મી અને પુત્ર જ દારૂ બનાવતા ઝડપાયા

આ પણ વાંચો : નવસારી યુવતી આત્મહત્યા કેસમાં પોલીસને મળી સફળતા, સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી

 

Published On - 9:49 am, Thu, 25 November 21

Next Article