નવસારી યુવતી આત્મહત્યા કેસમાં પોલીસને મળી સફળતા, સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી

નવસારી યુવતી આત્મ હત્યા કેસમાં વડોદરા રેલ્વે પોલીસને યુવતીની સાયકલ મળી આવી છે તેમજ આ સાયકલ લઈ જનાર સિક્યુરિટી ગાર્ડની પોલીસે અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

નવસારીની (Navsari) યુવતીની આત્મહત્યા(Suicide)તથા દુષ્કર્મ કેસમાં વડોદરા(Vadodara)રેલવે એલસીબી પોલીસને સફળતા મળી છે. જેમાં મૃતક યુવતીની સાયકલ સાથે એક સિક્યુરિટી ગાર્ડની(Security Guard)અટકાયત કરવામાં આવી છે. જેમાં એટલાન્ટિક એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડની અટકાયત કરવામાં આવી છે.

આ કેસમાં 29મી સાંજે જે સ્થળે યુવતીની સાયકલને ટક્કર મારી પાડી દેવાઈ હતી તે લક્ષ્મી સોસાયટીની બાજુમાં એટલાન્ટિક એપાર્ટમેન્ટ આવેલુ છે.

ઓએસીસ સંસ્થાની ભૂમિકા શંકાના દાયરામાં

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ઓએસીસ સંસ્થાની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી અને સેક્રેટરીને ઘટનાની જાણ હોવા છતાં તેને છુપાવી હતી. પોલીસને તેમજ પીડિતાના પરિવારને આ ઘટનાની જાણ નહીં કરતા સંસ્થા પણ શંકાના દાયરામાં આવી છે.આથી પોલીસ કમિશનરે સંસ્થા સામે તપાસના આદેશ કર્યા છે.

કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપો કર્યા

નવસારીની યુવતીના રહસ્યમય મોતથી વિવાદમાં આવેલી ઓએસીસ સંસ્થા સામે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,ઓએસીસ સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ. સંસ્થામાં અનેક અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી અને હાલમાં તપાસ થાય તો હાલમાં પણ અનેક ઘટસ્ફોટ થઇ શકે છે.

સંસ્થા સામે અનેક સવાલો ઉદ્દભવ્યા

નરેન્દ્ર રાવતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. તપાસમાં પોલીસ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઇ હોવાના આરોપો છે.ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં ઓએસીસને એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધી ફરમાવાઇ હતી. એવામાં ઓએસીસ સંસ્થા ફરી એકવાર વિવાદમાં આવતા સંસ્થા સામે અનેક સવાલો ઉદ્દભવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા, રાજયમાં કુલ 316 એક્ટિવ કેસ

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2022 : વાઈબ્રન્ટ ગુજરાતમાં વિક્રમી મૂડીરોકાણ આકર્ષવા દિલ્લીમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કરશે રોડ શો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati