આમાં ક્યાંથી ભણે ગુજરાત! ડભોઈના કનાયડા ગામમાં બાળકો સ્મશાનમાં ભણવા મજબૂર

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલાં કનાયડા ગામની શાળાના બાળકો સ્મશાનમાં ભણવા મજબૂર બન્યા છે. ગામના લોકોએ તાલુકા પંચાયતમાં આવેદન આપ્યું છે છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી.

આમાં ક્યાંથી ભણે ગુજરાત! ડભોઈના કનાયડા ગામમાં બાળકો સ્મશાનમાં ભણવા મજબૂર
કનાયડા ગામના વાલીઓએ તાલુકા પંચાયતમાં આવેદન આપી બાળકોને સ્કૂલે ન મોકલવાની ચિમકી ઉચ્ચારી હતી.

ગુજરાત (Gujarat) ગ્રોથ એન્જિન હોવાના દાવા વચ્ચે વાસ્તવિકતા તો એ છે કે રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આવેલાં ગામડાંમાં બાળકોને ભણવા માટે પુરતી વ્યવસ્થા જ નથી. મહત્ત્વની વાત તો એ છે કે ઘણી સ્કૂલ (School) ના મકાન ઝર્ઝરિત થઈ ગયા છે છતાં તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આવી સ્કૂલેને નવી બનાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા વિના જ સ્કૂલો તોડી નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં બાળકોના ભાવી પર પ્રશ્નાર્થ ઉભા થાય છે. આવી જ સ્થિતિ ડભોઈ તાલુકાના કનાયડા ગામની છે.

ડભોઈ (Dabhoi)તાલુકાના કનાયડા ગામની શાળા (Kanayda village school) નું મકાન હતું પણ તે ઝર્ઝરિત થી જતાં 18 માસ પહેલાં પ્રાથમિક શાળા (Primary school) નું મકાન ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું. જોકે આટલો લાંબો સમય થઈ જવા છતાં હજુ સુધી સ્કૂલનું કામ શરૂ થયું નથી. વાલીઓઓ માગણી કરી છે કે વહેલી તકે સ્કૂલનું કામ શરૂ કરવામાં આવે. જ્યાં સુધી સ્કૂલના કામ માટેનું મટિરિયલ મોકલવામાં નહીં આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલીશું નહીં.

છેલ્લા 4 દિવસથી શાળાની માંગ સાથે વાલીઓ તાલુકા પંચાયત (Taluka Panchayat) ની ઓફિસમાં શિક્ષણ વિભાગ અને વડોદરા જિલ્લા પંચાયત સહિત વિવિધ જગ્યા પર આવેદન પત્રો આપ્યાં છે. તેઓ ઇચ્છે છે કે જેમ બને તેમ વહેલી તકે બાળકો માટે શાળા બનાવવામાં આવે. વાલીઓએ ત્યાં સુધી કહ્યું છે કે શાળા નહીં બને ત્યાં સુધી બાળકોને સ્કૂલે નહીં મોકલીએ.

ગામની સ્કૂલમાં ધોરણ 1થી 7ના 196 વિદ્યાર્થીઓ છે તેનું ભાવિ અંધારામાં છે. સ્કૂલ તોડી પડાયાના અત્યાર સુધીમાં કોઈ અધિકારી કે નેતા તપાસ માટે આવ્યા નથી. બાળકો શાળા વિના 18 માસથી જુદી જૂદી જગ્યાએ ખાનગી ઓરડાઓ તેમજ સ્મશાનમાં અને કબ્રસ્તાનના સેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચોઃ ઉર્જા વિભાગ ભરતી કૌભાંડના મારી પાસે તમામ પુરાવા છેઃ યુવરાજસિંહ

આ પણ વાંચોઃ રાજ્યની શાળાઓમાં 1,100 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વાલીઓમાં ફરી વળ્યુ ચિંતાનું મોજુ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati