ઉર્જા વિભાગ ભરતી કૌભાંડના મારી પાસે તમામ પુરાવા છેઃ યુવરાજસિંહ

યુવરાજસિંહે જણાવ્યું કે 108 લોકો અમારા લિસ્ટમાં છે જે ઓળખાણથી નોકરીએ લાગેલા છે. આ કૌભાંડની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. મેં આ બાબતે ગૃહમંત્રી અને પોલીસનો સમય માંગ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 2:04 PM

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) એ ગાંધીનગર (Gandhinagar) ખાતે પ્રેસ કેન્ફરન્સ (press conference) કરી છે. જેમાં તેમણે ઉર્જા વિભાગ ની ભરતીમાં મોટા પાયે કૌભાંડ (energy department recruitment scam)ની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે નોકરી અપવવા માટે પરિવારવાદ ઓળખાણવાદ અને પોતાના લોકોને નોકરી મળી જાય તે માટેના આ કૌભાંડ કરાયું હતું.

તેમેણે આ કૌભાંડમાં સામેલ લોકોના નામ અને તેના વિશે માહિતી ઉપરાંત કૌભાંડમાં તેની શું ભૂમિકા છે તે જણાવતાં કહ્યું હતું કે દિલીપ ડાહ્યાભાઈ પટેલના ભાઈ વિજય પટેલ, બીજા ડો. ધર્મેન્દ્ર પટેલ જે બાયડમાં રહે છે. શ્વેત પટેલ પણ વચેટીયા તરીકે કામ કરે છે. શ્વેતનો સાળો જયેશ ભાઈ છે. ઉત્પલ છે તે દિલીપ ડાહ્યાભાઈ પટેલનો દીકરો છે અને એમની પત્ની થર્મલ જેટકોમાં નોકરી કરે છે. 45 લોકો ને ઉર્જા વિભાગમાં લગાડવા માટે દિલીપ ડાહ્યા ભાઈ પટેલની મહત્વની ભૂમિકા છે.

ઉર્જા વિભાગનું કૌભાંડ પરિવારવાદ મુજબ ચાલી રહ્યું છે, જેમાં એક જ પરિવારના સભ્યોને જ નોકરી લગાવવાનું સેટિંગ કરવામાં આવ્યું છે. અરવિંદ પટેલે પણ આ જ રીતે પોતાના 40 થી 45 લોકોને નોકરીએ લગાડ્યા છે. જે નોકરીએ લાગ્યા છે એમની સાથે વાત કરી છે અને ઓડિયો ફાઇલ પણ રેકોર્ડિંગની મારી પાસે છે.

યુવરાજસિંહે જણાવ્યું કે ગૃહ રાજ્ય મંત્રી અને મુખ્યમંત્રીને તપાસ સમિતિ રચવાની માગણી. આ બધાના નામ લીધા છે એમની સંપત્તિની પણ તપાસ થાય. તેવી માગણી કરી છે. હેડ ક્લાર્કની પરીક્ષામાં પીનકીન બારોટ એ ઉર્જા વિભાગની ભરતીમાં પણ સંકળાયેલા છે. કચ્છની યુવતીના સંપર્કમાં આવ્યા અને 16 લાખ રૂપિયાનું ઉઘરાણું થયું. જે વડોદરાની એક હોટલમાંથી ઉઘરાવવામાં આવ્યા. એ વિષયની ઓડિયો કલીપ અને પીનકીન ભાઈની ચેટ પણ છે. આંગડીયું પણ કરવામાં આવ્યું હતું. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ આગળના દિવસોમાં આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે મારાથી કોઈ પણ સમાજની લાગણી દુભાઈ હોય તો ફરી માફી માગું છું, પણ આ સિસ્ટમને દૂર કરવા માટે તેમજ ખરા લોકો ન રહી જાય એમના માટે આ લડાઈ માટે આગળ આવ્યો છું. દિલીપ પટેલ અને અરવિંદ પટેલની ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે છે. 108 લોકો અમારી લિસ્ટમાં છે જે આ રીતે ઓળખાણથી નોકરીએ લાગેલા છે. આ એક જ સમાજની વાત નથી બધા જ લોકો છે જે આ રીતે દુષણ ઉભું કરી રહ્યાં છે.

તેમણે જણાવ્યું કે જેણે મારી સામે ફરિયાદ કરી છે તે અવધેશ પટેલનો સી.આર. પાટીલ સાથેનો ફોટો મારી પાસે છે. તેમણે આ ફોટો પ્રેસ કોન્ફરન્સમાં પણ બતાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આ કૌભાંડની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. મેં આ બાબતે હર્ષ સંઘવી અને પોલીસનો સમય માંગ્યો છે. અમને સમય મળશે એવી મને આશા છે.

આ પણ વાંચોઃ Amreli: ડ્રોનની મદદથી દારુની ભઠ્ઠીઓ પર તવાઇ, અત્યાર સુધીમાં 65 કેસ નોંધ્યા

આ પણ વાંચોઃ GODHARA: પંચમહાલમાં ફરી વાઘ આવ્યો હોવાના ફોટા ફરતા થયાઃ જાણો શું કહે છે વનતંત્ર

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">