MLA લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરાની અંતિમ યાત્રા, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ રહ્યા હાજર
રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રની અંતિમ યાત્રામાં નિકળી. જ્યાં શ્રદ્ધાંજલિ પાઠવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ યાત્રામાં જોડાયા હતા. અને લલિત કગથરાને સાંત્વના પાઠવી હતી. અંતિમ યાત્રામાં વિપક્ષના નેતા પરેશધાનાણી, લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમાજના આગેવાનો પહોંચ્યા છે. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં કગથરા […]

રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રની અંતિમ યાત્રામાં નિકળી. જ્યાં શ્રદ્ધાંજલિ પાઠવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ યાત્રામાં જોડાયા હતા. અને લલિત કગથરાને સાંત્વના પાઠવી હતી. અંતિમ યાત્રામાં વિપક્ષના નેતા પરેશધાનાણી, લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમાજના આગેવાનો પહોંચ્યા છે. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં કગથરા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં લલિત કગથરાના પુત્ર વિશાલનું મોત થયું હતું.

લલિત કગથરાના પુત્રનો એક વીડિયો પણ સામે આવ્યો છે. લલિત કગથરાનો પુત્ર અને પરિવાર પશ્ચિમ બંગાળમાં ફરવા માટે ગયા હતા. તો ગુજરાત પરત આવવા માટે કલક્તાથી તેઓ પ્લેનમાં પરત આવવાના હતા. પરંતુ કોઈ કારણોથી તેઓ ફ્લાઈટ ચૂકી ગયા હતા. આ દરમિયાન એરપોર્ટમાં વિશાલ કગથરાએ એક વીડિયો બનાવ્યો હતો. જે બાદ સમગ્ર પરિવાર બસમાં પરત આવી રહ્યા હતા જે દરમિયાન બહેરામપુરા નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમા MLA લલિત કગથરાના પુત્રનું મોત નિપજ્યું.
