ChhotaUdepur: બોડેલીની મેરિયા નદીનો કોઝ વે ત્રણ વર્ષથી તુટેલી હાલતમાં, લોકોને અવર-જવર માટે હાલાકી

TV9 GUJARATI

|

Updated on: Jul 07, 2021 | 2:51 PM

છોટા ઉદેપુરના (Chhota Udepur) મેરિયા નદી પર બનેલો કોઝ વે (Causeway ) 3 વર્ષ પહેલા તૂટી ગયો હતો . આટલો સમય વીતવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી

ChhotaUdepur: બોડેલીની મેરિયા નદીનો કોઝ વે ત્રણ વર્ષથી તુટેલી હાલતમાં, લોકોને અવર-જવર માટે હાલાકી
છોટા ઉદેપુરના લોકો કોઝ વે તૂટી પડતા કાચા રસ્તેથી જવા મજબુર

Follow us on

ChhotaUdepur : બોડેલી નજીક આવેલ મેરિયા નદીમાં વર્ષો પહેલા બનેલ કોઝ વે (Causeway ) ત્રણ વર્ષથી તૂટી ગયો છે, જેને કારણે ગામના લોકોને અવર જવર માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ તંત્ર કોઈ નિરાકરણ લાવતું નથી.

બોડેલી નજીક આવેલ મુલધર ગામના નદીના પટમાં કાચા રસ્તા પરથી અવર જવા માટે મજબુર બન્યા છે. મેરિયા નદી પરનો પુલ ત્રણ વર્ષ પહેલા ભારે પૂરના કારણે કોઝવે ધોવાઈ ગયો હતો. પરંતુ આજ દીન સુધી તંત્ર દ્રારા કોઈ દરકાર લેવામાં આવી નથી . ગામના પારખ ધામ મંદિરના મહંત ગામ ના લોકોની ચિંતા કરી મંદિરના ખર્ચે શિયાળા અને ઉનાળાના સમયે અવર-જવર ગામના લોકો કરી શકે તે માટે કાચો રસ્તો બનાવ્યો છે.

પરંતુ ચોમાસુ આવતા ગામના લોકો માથે ચિંતાના વાદળો છવાય છે. મેરીયા નદીમાં વરસાદી પાણી આવતા જ આ કાચો રસ્તો ધોવાઈ જાય છે અને તેમણે મુખ્ય માર્ગ જે અડધા કિમી પર આવેલ છે. તેના બદલે ગામના લોકો ને 9 થી 10 કિમીનો ફેરો લગાવવો પડે છે. રસ્તાઑ પર પાણી ભરાઈ જતાં ગામના લોકો અન્ય ગામોથી સંપર્ક વિહોણા બની જાય છે .

મુલધર ગામના મોટે ભાગે ખેતી અને પશુપાલનનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે . ગામના ખેડૂતોના ખેતરો નદીની સામે કિનારે આવેલા છે . જેથી ખેડૂતોને એક મૂસીબત ચોમાસાના સમયે ઊભી થાય છે કે નદીમાં પાણી આવે તો તેઓ પોતાના ખેતરો કેમ કરીને જાય. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી પડી રહેલા ભારે વરસાદને લઈ ખેતીમાં નુકસાન આવ્યું છે. જે બચત હતી તે કોરોનાના સમયમાં ખલાસ થઈ ગઈ છે.  કેટલાક ખેડૂતો તો ખેતી કરવા માટે પોતાનું ઘર છોડી ખેતરોમાં રહેવા જતાં રહ્યા છે .

છોટાઉદેપુર તંત્રને ગામના લોકોએ વારંવાર રરજુઆત કરી છે છતાં પણ આજ દિન સુધી તેમની વાત ધ્યાન પર લેવામાં આવી નથી. જેથી ગામના લોકો ગાંધીનગર ખાતે પહોચ્યા હતા અને તેઓ મંત્રી ગણપત વસાવાને મળ્યા હતા અને તેમણે વ્યથા બતાવી હતી .

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati