AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhota Udepur News: છોટા ઉદેપુરની ભારજ નદી પર પુલ તુટતા બનાવાયું જનતા ડાયવર્ઝન, જલ્દી નવો બ્રિજ બને તેવી આશા

પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદીમાં ભારે પૂર આવતા વર્ષો પહેલા બનેલા જૂના અને જરજરિત પૂલના બે પાયા બેસી ગયા હતા. લોકોને તકલીફના પડે તે માટે જનતા ડાયવર્જન બને તે માટે રસ હતો અને ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ મંજૂરી આપતા આસપાસ ગામના સરપંચો રહીશો એ શ્રમ દાન શરૂ કર્યું અને ત્રણ જ દિવસમાં ડાયવર્જન બનાવી દીધું હતું

Chhota Udepur News: છોટા ઉદેપુરની ભારજ નદી પર પુલ તુટતા બનાવાયું જનતા ડાયવર્ઝન, જલ્દી નવો બ્રિજ બને તેવી આશા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 8:28 AM
Share

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદીમાં ભારે પૂર આવતા નદી ઉપર બનાવેલ બ્રિજના બે પાયા બેસી ગયા હતા અને તેના કારણે બ્રિજ પરથી અવર જવર તંત્ર દ્વારા બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Chhota Udepur News: આઝાદીના 76 વર્ષો બાદ પણ છોટાઉદેપુરના અંતરીયાળ ગામો રસ્તાથી વંચિત, જુઓ Video

જો કે લોકોને પડી રહેલ હાલાકીને ધ્યાને લઈ નદીના પટમાં ડાયવર્જન લોકોના સહકારથી બનાવી દેતા, છોટા ઉદેપુરના સાંસદે રાહદારીઓ માટે અવર જવર કરવા ખુલ્લો મુકતા લોકોને પડી રહેલ હાલાકીથી રાહત મળી છે.

પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદીમાં ભારે પૂર આવતા વર્ષો પહેલા બનેલા જૂના અને જરજરિત પૂલના બે પાયા બેસી ગયા હતા. જોકે આ બાબતની જાણ તંત્રને થતા કોઈ હોનારત ના ઘટે તે માટે પૂલ પરથી અવર જવર બંધ કરી દેવામાં આવી હતી.

સમય અને ઇંધણનો વ્યય થતો હતો

આ માર્ગ નેશનલ હાઇવે નંબર 56 છે અને બોડેલીથી છોટા ઉદેપુર અને મઘ્ય પ્રદેશને જોડતો આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને રસ્તો બંધ થતા 28 કિમીનો ફેરો લગાવવો પડતો હતો. આરોગ્ય સેવા અને સ્કૂલ બસને પણ પસાર થવા પર રોક લગાવી દેવામાં આવી હતી, જેને લઈ સમય અને ઇંધણનો વ્યય થતો હતો.

ત્રણ જ દિવસમાં ડાયવર્જન બનાવી દીધું હતું

આ તમામ તકલીફોને ધ્યાને લઈ છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાને આસપાસના ગામના સરપંચોએ જનતા ડાયવર્જન બનાવવા માટેની રજૂઆત કરી હતી. રાજેન્દ્ર રાઠવાએ પણ લોકોને તકલીફના પડે તે માટે જનતા ડાયવર્જન બને તે માટે રસ હતો અને ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ મંજૂરી આપતા આસપાસ ગામના સરપંચો રહીશો એ શ્રમ દાન શરૂ કર્યું અને ત્રણ જ દિવસમાં ડાયવર્જન બનાવી દીધું હતું.

જનતા ડાયવર્જનનું લોકાર્પણ કર્યું હતું

જેને લઇ લોકોને જે 28 કિમીનો આટો લગાવવો પડતો હતો, તેમાંથી રાહત મળી છે. મઘ્ય પ્રદેશ, ગુજરાતની બસો અને સ્કૂલબસો આ ડાયવર્જન પરથી પસાર થાય તે માટે છોટા ઉદેપુર સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપ પંચાયત મલકાબેન રાઠવા હાજર રહ્યા અને જનતા ડાયવર્જનનું લોકાર્પણ કર્યું હતું.

આવનારા સમયમાં તંત્ર દ્વારા પૂલની બાજમાં જ પાકું ડાયવર્જન 2.40 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે, તેનું ટેન્ડરિંગ પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ તેમા સમય જતા હાલ આ જનતા ડાયવર્જન લોકો માટે આશીર્વાદ સમાન બન્યો છે. જોકે આ ડાયવર્જન કાચુ હોવાથી લોકોએ તેમની જવાબદારીએ પસાર થવાનું રહેશે, ખરાબ રીતે વાહનને ના ચલાવવા માટે રાજેન્દ્ર રાઠવાએ આદેશ કર્યો હતો. સાથો સાથ જર્જરિત બ્રિજ નવો બને તેવી આશા વ્યક્ત કરી હતી.

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Makbul Mansuri)

g clip-path="url(#clip0_868_265)">